રાજકોટ
News of Saturday, 1st October 2022

રામનાથપરા - હાથીખાના વિસ્‍તારમાં અશાંત ધારો લાગુ કરવા કલેકટરને પત્ર

રાજકોટ, તા.૧: રામનાથપરા - હાથીખાના વિસ્‍તારના લોકો દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં અમારો વિસ્‍તાર રહી ગયેલ હોય તે અંગે યોગ્‍ય કરી અશાંત ધારો લાગુ કરવવા અંગે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.

આ અંગે મહેશભાઇ જોષી સ્‍ટેમ્‍પ વેન્‍ડર સહિતના લોકોએ કલેકટરશ્રીને પત્ર પાઠવી જણાવેલ કે, અમારા વિસ્‍તારમાં ઘણા વર્ષોથી હિન્‍દુ બહુમતીવાળા વિસ્‍તાર આવેલ હતા અને આ વિસ્‍તારમાં પ્રખ્‍યાત સ્‍વયંભુ રામનાથ મહાદેવ તથા બહુચરાજી માતા મંદિર તથા અન્‍ય મંદિરો તેમજ અન્‍ય ધણી ધાર્મિક સંસ્‍થાઓ જગ્‍યાઓ આવેલ છે અને ત્‍યા બારેમાસ ભકતોની અવર-જવર રહ્યા કરે છે.

હાલ ઘણા વર્ષથી અમારા વિસ્‍તારમાં પરપ્રાંતિયા મુસ્‍લીમ (બંગાલી) અને બીજા રાજયના રહેણાંકમાં આવી ગયેલ છે. મોટા ભાગના હીન્‍દુઓના મકાન પરપ્રાંતીયઓએ મોટી રકમ ચુકવી ખરીદ કરી લીધેલ છે અને તે ખરીદ કર્યા બાદ તેની આજુબાજુમા રહેતા હીન્‍દુઓ ન છૂટકે બીકને મારે પોતાના મકાન પાણીના ભાવે વેચી રહેલ છે. આ હકીકત શહેરના ઉચ્‍ચ અધિકારીઓને ધ્‍યાનમાં હોવા છતા આજ દિવસ સુધી રામનાથપરા, હાથીખાના જેવા વિસ્‍તારમાં સરકારશ્રી તરફથી અંશાતધારો લાગુ કરવામાં આવેલ નથી.

આ વિસ્‍તારમાં પરપ્રાતીય મુસ્‍લીમોએ ગુજરાતીઓને લઘુમતીમાં મુકી દયે તેવી પરિસ્‍થિતી ઉભી થયેલ છે. આ બાબતે ઉચ્‍ચ કક્ષાએ તપાસની જરૂર છે અને જયા અશાંત ધારાની જરૂર નથી તેવા વિસ્‍તારમાં અશાંત ધારો લાગુ થયેલ છે. પરંતુ આમરો વિસ્‍તાર અત્‍યંત સંવેદનશીલ વિસ્‍તાર આવેલ છે. ભુતકાળમાં અવાર-નવાર તોફાનો પણ થયેલ છે તે હકીકત પણ અધિકારી અને પોલીસને ધ્‍યાનમાં હોવા છતા આ બાબતે આપશ્રીને રજુઆત કરી અંશાત ધારો લાગુ કરાવેલ નથી તો આ વિસ્‍તારમાં તાત્‍કાલીક અશાંત ધારો લાગુ કરાવવા રજૂઆત કરેલ છે.

(3:43 pm IST)