ખોડલધામ વેસ્ટઝોન રાસોત્સવમાં ખેલૈયાઓની જમાવટઃ પોલીસ અધિકારીઓ પણ રાસે રમ્યા
રાજકોટઃ ખોડલધામ નવરાત્રી મહોત્સવના વેસ્ટ ઝોન ખાતે પાંચમા નોરતે એસીપી વિશાલભાઈ રબારી તથા રાજકોટ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ધોળા તથા ખોડલધામ ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી ચિરાગભાઈ શિયાણી, વળંદાવનભાઈ અકબરી સાથે પટેલ સમાજ સોમનાથ અતિથિ ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સાથે લીંબસિયા પરિવારના પ્રમુખ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત થયા હતા, જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સાથે રાજકોટ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ અજુડીયા, મહામંત્રી દીપભાઈ ભંડેરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી , લગભગ દસેક હજાર થી વધુ પબ્લિકની સાથે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા હતા. સિંગરોએ પોતાની આગવી શૈલીથી સૌ કોઈને મન મૂકી ઝુમાવ્યા હતા. સિંગર તરીકે નિધીબેન ધોળકિયા, ચાર્મી રાઠોડ, માર્ગીબેન પટેલ નિશાંત ભાઈ જોશી સાથે એંકર રેશમીબેન માણેક તથા હાર્દિકભાઈ સોરઠીયા, આર ડી સોજીત્રાની સાથે જીત ગઢવી મ્યુઝિક ટીમ સાથે ટેકનિક સાઉન્ડ દિલ્હીના લોકોએ વખાણ કર્યા હતા, વિશાલભાઈ રબારી અને. ધોળા પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા , સાથે ૧૦૦થી વધુ સ્વયમ સેવકોએ પોતાની ફરજ અને નિષ્ઠા બજાવી અને નિસ્વાર્થ ભાવે સેવા થકી કાર્યક્રમને દીપાવ્યો હતો.
મુખ્ય આયોજન સમિતિ જીતુભાઈ સોરઠીયા , હસમુખભાઈ લુણાગરિયા , ધીરજભાઈ મુંગરા , હરેશભાઈ સાકરીયા, જયેશભાઈ સોરઠીયા, સંજયભાઈ સાકરીયા , રાજુભાઈ કોયાણી , જયેશભાઈ મેઘાણી , અનિલભાઈ ઠુંમર , મનસુખભાઈ વેકરીયા સહિતના જહેમત ઉઠાવી હતી.