રાજકોટ
News of Saturday, 1st October 2022

કબલ યુવીમાં ખેલૈયાઓની રમઝટઃ રાસોત્‍સવ નિહાળતા દર્શકો

રાસોત્‍સવ નિહાળતા પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, કલેકટર, પો.કમિશ્નર સહીતના સનદી અધિકારીઓએ રાસની રમઝટ બોલાવી

રાજકોટ :  શહેરમાં સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ થી આગળ રાધીકા ફાર્મ ખાતે ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં રંગબેરંગી ડેસમાં સજજ ખેલૈયાઓ રમઝટ બોલાવી રહયા છે.

ગઈકાલે પાંચમા નોરતે કલબ યુવીના આંગણે ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, નીતીનભાઈ ભારદ્રાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન અને કલબયુવીના કોર કમીટી મેમ્‍બર્સ પુષ્‍કરભાઈ પટેલ, ડે. મેયર દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, કલબ યુવી નવરાત્રી મહોત્‍સવની મુલાકાત લઈ રાસોત્‍સવની રંગત નિહાળી હતી. પાંચમા નોરતે કલબ યુવીના ટ્રસ્‍ટી એમ.એમ. પટેલ, પ્રફુલભાઈ કાથરોટીયા, હર્ષદભાઈ ભોરણીયા, કીરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ ગરાળા, અંકશભાઈ સોની, સેલસ હોસ્‍પિટલ પેવેલીયનના ડો. ધવલભાઈ ગોધાણી, અશ્‍વિનભાઈ રબારા,  બિપીનભાઈ હદવાણી,  અમીતભાઈ કગથરા, નયનભાઈ ગોલ, કૃણાલભાઈ ગોલ, નીખીલભાઈ ગોલ, નીખીલભાઈ ડેકોરા ગુ્રપ, અશોકભાઈ દલસાણીયા, પ્રેમજીભાઈ પટેલ, મગનભાઈ પરવાડીયા, દિકરાનું ધર વુઘ્‍ધાશ્રમની ટીમ મુકેશભાઈ દોશી, સુનીલભાઈ વોરા, કીરીટભાઈ પટેલ, ધનશ્‍યામભાઈ રાચ્‍છ, સુનીલભાઈ મહેતા, ધર્મેશભાઈ જીવાણી, ગૌરાંગભાઈ ઠકકર, પ્રવિણભાઈ હાપલીયા, રાકેશભાઈ ભાલાળા, અશ્‍વિનભાઈ પટેલ, હરેશભાઈ પરસાણા, ઉપેનભાઈ મોદી, અનુપમભાઈ દોશી, દિપકભાઈ જલુ, હરેનભાઈ મહેતા, પ્રેજ્ઞેશભાઈ પટેલ, નિદતભાઈ બારોટ, હરદેવસિંહ જાડેજા, વસંતભાઈ ગાદેશા, શૈલેષભાઈ જાની, હસુભાઈ રાચ્‍છ, ડો. મયંકભાઈ ઠકકર વિગેરેએ એ મા ઉમિયાની આરતીનો લ્‍હાવો લીધો હતો.

 પાંચમા નોરતે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્‍નર રાજુ ભાર્ગવ, રાજકોટ શહેર કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, આઈ.પી.એસ. રીષભ ભોલા, આઈ.એ. એસ. શુભાંકર પાઠક, આઈ.આર.એસ. તન્‍મય કાલી, આઈ.એ.એસ. અભીનવ જૈન, આઈ.એ.એસ. ક્રિષ્‍નકાંત કાવરીયા, ભૂતાન પોલીસ સર્વિસના સોનમ એ કલબ યુવીના  ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વા. ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયા સાથે રાસની રમઝટ બોલાવી હતી. અને વિજેતા ખેલૈયાઓને ઈનામ આપ્‍યા હતા. તથા ક્રાઈમ બ્રાન્‍ચના પી.આઈ. વાય.બી. જાડેજા, રાજકોટ તાલુકા પી.આઈ. મેહુલભાઈ ગોંડલીયા, બેન્‍ક ઓફ ઈન્‍ડીયાના મેનેજર હેમેન્‍દ્રસિંહ, કલબ યુવીના કન્‍વીનર કાંતીભાઈ ધેટીયા, ડાયરેકટર એમ.એમ. પટેલ, જીવનભાઈ વડાલીયા, શૈલેષભાઈ માકડીયા, નાથાભાઈ કાલરીયા, અનીલભાઈ ભોરણીયા, દિનેશભાઈ અમૃતીયા, પ્રિતેષભાઈ જીવાણી, શ્‍વેતભાઈ આજવીટો ગુ્રપ, બાન લેબના જય ઉકાણી, સહીતના એ વિજેતા ખૈલૈયાઓને ઈનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

 કલબ યુવી રાસોત્‍સવમાં પાંચમા નોરતાના વિજેતા ઓમાં ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ હદવાણી હસ્‍તી, ધમસાણીયા તુષ્‍ટી, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ સામાણી જવન, કડીવાર હાર્દ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ તરીકે જાવીયા આધ્‍યા, કંટારીયા સિધ્‍ધી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે રતનપરા મીત, ભેંસદડીયા મંત્ર, વેલ ડ્રેસ પ્રિન્‍સેસ તરીકે દલસાણીયા અંકીતા, શિંગાળા હેત્‍વી, પનારા પાયલ વેલ ડ્રેસ પ્રિન્‍સ ગોલ મનદીપભાઈ, નાર કરણ, પડસુંબીયા મિતેષ, પ્રિન્‍સેસ તરીકે કમાણી દિશાબેન, લાડાણી હસ્‍તી, શોભાણા હિર, પ્રિન્‍સ તરીકે  હિંગરાજીયા સાહીલ, રામાણી ધવલ, અધેરા રવિ,  છઠ્ઠા નોરતાના વિજેતા તરીકે  ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ જીવાણી જીનલ, ધોડાસરા લીઝા, ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ ત્રાંબડીયા રુદ્ર, અક્ષ સંજયભાઈ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ તરીકે સાનવત માન્‍યા, ગોઝારીયા દર્શી, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે કોઠડીયા પર્વ, ઘેટીયા તીર્થ,  વેલ ડ્રેસ પ્રિન્‍સેસ તરીકે કણસાગરા ખ્‍યાતી, પોશીયા ધુ્રવી, કાનાણી દર્શીત, વેલ ડ્રેસ પ્રિન્‍સ દેલવાડીયા શ્‍યામ, લાડાણી ભાર્વિથ, પાન નિકુંજ, પ્રિન્‍સેસ તરીકે ડરાણીયા ભકિત, માનસુરીયા પ્રિયંકા, ગોલ નેન્‍સી, પ્રિન્‍સ તરીકે જાવીયા દિવ્‍ય, મારડીયા પિયુષ, ખીમાણી પેરીન વિજેતા બન્‍યા હતા.

(3:50 pm IST)