રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્ય બહેનો માટે હાસ્ય, નાટક અને મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન
રાજકોટ તા. ૧ : રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા સભ્ય બહેનો માટે હાસ્ય, નાટક અને મ્યુઝીકલ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના આગેવાનોએ જણાવેલ કે તા. ૩ ના હેમુ ગઢવી હોલ ખાતે હાસ્યનો કાર્યક્રમ યોજેલ છે. જેમાં સુરતના નવસાદ કોટડીયા અને ભાવનગરના ધરમ વંકાણી હાસ્ય રસ પીરસશે. જયારે તા. ૨૦ ના નાટક 'હું જ તારો વિધાતા' યોજેલ છે. મેઘા આર્ટસ, કિરણ ભટ્ટ અને વિપુલ શાહ નિર્મિત તથા વિપુલ શર્મા લિખિત આ નાટકમાં કલ્પેશ પટેલ, કૃણાલ ભટ્ટ, કૃપા પંડયા, ડીમ્પલ ઉપાધ્યાય, અન્વીત મહેતા, જીનલ દેસાઇ, ભરત પટેલ, પાર્થ રાવલ, દિનેશ પ્રજાપતિ અભિનય આપશે.
જયારે તા. ૭ જાન્યુઆરીના મ્યુઝીકલ કાર્યક્રમ રાખેલ છે. જેમાં મુંબઇના સ્ટાર સીંગર મૃદુલા દેસાઇ, વોઇસ ઓફ મુકેશ સલીમ મલેક (અમદાવાદ), શ્રીકાંત નાયર મલ્ટી સીંગર કલાકાર તેમજ અશ્વિન મહેતા વોઇસ ઓફ લતા-આશા જમાવટ કરશે. રાજુ ત્રિવેદીના ઓરકેસ્ટ્રાના સહારે ગીતોની મહેફીલ જામશે.
ચોથો કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ નાટકનો યોજેલ છે. જેમાં નવુ જ નાટક રાજકોટ સીટી વુમન્સ કલબના બહેનોને બતાવવામાં આવશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ ચેરમેન દીનાબેન મોદી, વાઇસ ચેરમેન નીતાબેન મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, ઉપપ્રમુખ પ્રીતીબેન ગાંધી, સેક્રેટરી દર્શનાબેન મહેતા, જો.સેક્રેટરી કલ્પનાબેન પારેખ, એડવાઇઝર બીંદુબેન મહેતા, ગ્રુપ લીડર અલ્કાબેન ગોસાઇ, ટ્રેઝરર ઇન્દીરાબેન ઉદાણી જહેમત ઉઠાવી રહ્યા છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ સીટી વુમન્સ કલબના બહેનો નજરે પડે છે. તસ્વીર : સંદીપ બગથરીયા)