સી. આર. પાટીલ દ્વારકા અને રાજકોટની વિજળીક મુલાકાતે
પ્રથમ તબક્કાના મતદાન આડે માત્ર બે દિવસ બાકી છે ત્યારે પક્ષના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ આજે સવારે હેલીકોપ્ટર દ્વારા દ્વારકા આવી પહોચ્યા હતા. દોઢેક કલાક સુધી પક્ષની મીટીંગ લીધી હતી. ઉમેદવારોને પણ મળ્યા હતા. અહિં ખૂબ જ રસાકસી ભર્યો જંગ જામ્યો છે અને ખૂબ નજીવી સરસાઈથી હાર જીત થવાની સંભાવના હોય શ્રી પાટીલ વ્યૂહરચનાને આખરી ઓપ આપવા અને કોઈ અસંતોષ હોય તો ડામી દેવા દ્વારકા આવ્યાનું મનાય છે. આ ઉપરાંત શ્રી પાટીલ અત્યારે બપોરે ૧૨ થી ૧.૩૦ વચ્ચે રાજકોટ આવી રહ્યાનું અને ગ્રામ્ય વિસ્તારના ભાજપ કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ લેવાના હોવાનું પણ જાણવા મળે છે. આ બેઠક ઉપર પણ ભારે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. રાજકોટ શહેરની બેઠકો ઉપર ભાજપ કોઈ જ કસર છોડવા માગતુ નથી. શ્રી પાટીલની અચાનક વિજળીક મુલાકાત અંગે અનેક વિધ ચર્ચાઓ થઈ રહી છે.