રાજકોટ
News of Wednesday, 30th November 2022

કાલે મતદાન : મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં: ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ,તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છની ૫૪ બેઠકો માટે કાલે તા. ૧ ડિસેમ્‍બરને ગુરુવારે મતદાન થશે. મતદાન કેન્‍દ્રો આસપાસ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મેદાનમાં છે. અને મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્‍પક્ષ, ન્‍યાયી અને મુક્‍ત રીતેᅠ ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે ભાવનગર જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્‍ઝર્વરશ્રી, ખર્ચ ઓબ્‍ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્‍ઝર્વરશ્રીની માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયાએ આખરી ઓપ અપાઇ રહ્યો છે.

ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્‍તારમાં પર શ્રી અભય એ. મહાજન, શ્રી સુધાંશુ મોહન સમલ શ્રી સુવેન્‍દુ કાનુનગો અને શ્રી મુદાવન્‍તું એમ. નાયકની જનરલ ઓબ્‍ઝર્વરશ્રી તરીકે, ખર્ચ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી કુમાર ઉદય અને શ્રી વિપુલ કશ્‍યપ ભાવનગર જિલ્લામાં ફરજ બજાવશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી અનંત શંકર ટકવાલે ફરજ બજાવશે.

જિલ્લાના તમામ મતવિસ્‍તારમાં પોલીસ ઓબ્‍ઝર્વર તરીકે શ્રી અનંત શંકર ટકવાલે ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર ૯૫૧૨૦૦૦૨૯૪ છે. આ ઉપરાંત સરકીટ હાઉસ, રૂમ નં-૯, હિલ ડ્રાઈવ, ભાવનગર (૦૨૭૮-૨૯૯૧૨૩૧) સંપર્ક કરી શકાશે. આ મતવિસ્‍તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને કરી શકે છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી;-ધોરાજી વિધાનસભા ઉમેદવારોનું કૂલ ૨૬૮૬૭૬ મતદારો ભાવિ આવતીકાલે ગુરુવારે નક્કી કરશે.

ધોરાજી ઉપલેટા-૭૫ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે આ સીટમાં લેઉવા પટેલ, કડવા પટેલ, ઓબીસી,દલીત મુસ્‍લીમ સહિતના સમાજોના મતદારો નિર્ણાયક બની રહેલ છે ત્‍યારે ધોરાજી વિધાનસભા બેઠક માં પૂરૂષ ૧૩૮૭૦૮ સ્ત્રી ૧૨૯૭૬૬ સહિત કૂલ ૨૬૮૬૭૬ મતદારો છે જે આવતીકાલે ગુરુવારે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરનાર છે ચૂંટણી તંત્ર દ્વારા ૨૭૨ મતદાર મથકો ખાતે મતદાન અગે તૈયારી ઓ હાથ ધરાઈ છે જેમાં ધોરાજીમાં ૧૨૫ ,ઉપલેટાના ૧૪૭ મતદાન મથકો ખાતે મતદાન થશે, દિવ્‍યાગો માટે ભૂતવડ પ્રાથમીક શાળા ખાતે વ્‍યવસ્‍થા કરાઈ છે મહીલા ઓ માટે સાત બુથ, ઉપલેટા ખાતે એક ઈકો ફ્રેન્‍ડલી બુથ, ધોરાજી ખાતે મોડલ બુથની વ્‍યવસ્‍થા કરાઈ છે ધોરાજી ઉપલેટા વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૯૬૨ બુથ પોલીગ સ્‍ટાફ કામગીરી કરનાર છે.

ધોરાજી વિધાનસભાના ચૂટણી અધિકારી લીખયા ધોરાજી મામલતદાર જાડેજા ,ઉપલેટા મામલતદાર સહિતના અધિકારીઓની ટીમો એ ચૂંટણી કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. રાજકોટ જીલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિહ રાઠોડના માર્ગદર્શન તળે ધોરાજી પીઆઈ અનિરુદ્ધસિંહ ગોહીલ સહિતના પોલીસ સ્‍ટાફે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવણી કરાયો છે.

(10:32 am IST)