રાજકોટ
News of Wednesday, 30th November 2022

મતદાન કરનાર માટે મનન આઇવીએફ હોસ્‍પિટલમાં વિનામુલ્‍યે ચેકઅપની સુવિધા

મતદાન કરી રાષ્‍ટ્ર સમર્પિત વિચારધારાને મજબુત બનાવીએ : ડો.નિતીન લાલ - ડો.રીના લાલ

રાજકોટ તા. ૩૦ : આવતીકાલે તા. ૧ ના પવિત્ર મતાધિકાર ભોગવવાનો અવસર છે. ત્‍યારે નાગરિકોએ વધુને વધુ મતદાન કરવા રાજકોટની મનન આઇવીએફ હોસ્‍પિટલ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. હોસ્‍પિટલના ડો. નીતીન લાલ અને ડો. રીના લાલે જણાવ્‍યુ છે કે કાલે સૌરાષ્‍ટ્ર ગુજરાતના મતદારો અચુક મતદાન કરે અને રાષ્‍ટ્રને સમર્પિત વિચારધારાને મજબુત બનાવે.  મતદાન કરનાર માટે આ હોસ્‍પિટલ દ્વારા કેટલીક સુવિધાઓ પ્રોવાઇડ કરવામાં આવી છે. જેમ કે મતદાન કર્યાનું નિશાન બતાવનારને તા. ૨ અને ૩ તેમજ તા. ૬ અને ૭ ના વિનામુલ્‍યે ચેકઅપ કરી અપાશે. તેમજ માત્ર દવા અને એનેસ્‍થેસીયાના ખર્ચમાં ગાયનેક લેપ્રોસ્‍કોપી ઓપરેશન કરી અપાશે. વધુ માહીતી માટે ૨૫ ન્‍યુ જાગનાથ, એસ્‍ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૯૮૨૫૨ ૩૦૬૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:26 am IST)