રાજકોટ
News of Wednesday, 30th November 2022

બીજેપી કો ભગાઓ દેશ કો બચાઓ

સંયુકત કિશાન મોરચો (એસકેએમ)ના ખેડૂત આગેવાનો રાજકોટમાં : પત્રકાર પરિષદમાં કહ્યું અમે દેશભરમાં ખેડૂતો માટે લડત ચલાવીએ છીએ, જે રાજયમાં ચૂંટણી થાય ત્‍યાં અમે ભાજપને હરાવવા નારા લગાવીએ છીએ : દિલ્‍હીમાં ૧૩ મહિના ખેડૂતોનું આંદોલન ચાલેલઃ વડાપ્રધાનશ્રીએ આપેલ વચનો આજ દિન સુધી અમલવારી થઈ નથી જેની સામે ખેડૂતોમાં આક્રોશ

રાજકોટ : એસકેએમ (સંયુકત કિશાન મોરચા)ના ખેડૂત આગેવાનો હાલ રાજકોટમાં છે. તેમણે ગઇકાલે બપોરે ૪:૩૦ કલાકે નાગર બોર્ડીંગમાં એક પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધી હતી. જેમાં જણાવેલ કે અમે ખેડૂતો માટે લડત ચલાવીએ છીએ. જયાં જયાં ચૂંટણી યોજાય છે ત્‍યાં અમે ભાજપને હરાવવા નારા લગાવીએ છીએ.

જે અનુસંધાને અમે રાજકોટ આવ્‍યા છીએ અને મતદારોને અપીલ કરીએ છીએ કે ‘બીજેપી કો ભગાએ, દેશ કો બચાએ' આ અમારો મુખ્‍ય નારો છે.

આ આગેવાનોએ વધુમાં જણાવેલ કે દિલ્‍હીમાં ૧૩ મહિના ખેડૂતોનું આંદોલન ચાલેલું. વડાપ્રધાનશ્રીએ વચનો આપ્‍યા હતા. પરંતુ આજ દિન સુધી અમલવારી થઈ નથી. જેની સામે અમારો આક્રોશ છે.

અહીં તેઓએ એવી પણ સ્‍પષ્‍ટતા કરી હતી કે અમારો કોઇ પણ નથી, અમારૂ સંગઠન બીનરાજકીય છે. માત્ર ખેડુતોના હકક માટે અમે અવાજ ઉઠાવીએ છીએ. તસ્‍વીરમાં એસકેએમ (કિશાન મોરચા)ના ખેડૂત આગેવાનો સુરેશ કોથ (હરીયાણા), રણજીત રાજુ (રાજસ્‍થાન), ગુરમીતસિંઘ માંગટ (યુપી) અને મનજીતસિંઘ રાય (પંજાબ) નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:28 pm IST)