રાજકોટ
News of Wednesday, 30th November 2022

શાપર વેરાવળ ઇન્‍ડ. ઝોનનો વિકાસ કર્યો છે તેવો વિકાસ રાજકોટનો પણ કરીશઃ રમેશભાઇ ટીલાળા

રાજકારણની ઇંનિંગ્‍સમાં ધુંવાધાર બેટીંગ કરી રાજકોટને વધુ રળીયામણું બનાવશેઃ લાભુભાઇ ખીમાણીયા : પી.ડી.માલવીયા કોલેજ ખાતે આહીર સમાજના આગેવાનોની મીટીંગમાં ખાત્રી આપી

રાજકોટ તા. ૩૦ : રાજકોટ દક્ષિણ ૭૦ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાએ પી.ડી.માલવીયા કોલેજ ખાતે મળેલા આહિર સમાજના આગેવાનોની મીટીંગમાં જણાવ્‍યું હતું કે વર્ષોની અથાક મહેનત બાદ જે રીતે શાપર-વેરાવળ ઇન્‍ડ. ઝોનનો વિકાસ કર્યો છે તેનાથી પણ વધારે રાજકોટનો વિકાસ હું કરીશ.

પી.ડી.માલવીયા કોલેજ ખાતે આહીર યુવા ગ્રુપ આયોજીત મીટીંગમાં રમેશભાઇ ટીલાળાએ જણાવ્‍યું હતું કે હું નાનકડા ગામડામાંથી સામાન્‍ય પરીવારમાંથી આજે સફળ ઉદ્યોગપતિ જરૂર બન્‍યો છું  પણ નાના માણસોની  મુશ્‍કેલી હું આજે પણ સમજી શકુ છું. હું તમામ સમાજના લોકો સાથે વર્ષોથી પારીવારીક નાતો ધરાવુ છું જેથી દરેક વર્ગ અને સમાજની મુશ્‍કેલી સમજી શકુ છું મે શાપર વેરાવળ ઇન્‍ડ. ઝોનને રાજયનુ શ્રેષ્‍ઠ ઇન્‍ડ. ઝોન બનાવવા પુરતા પ્રયત્‍નો કર્યા છ.ે અને હવે હું એજ રીતે રાજકોટને પણ વધુ રળીયામાણું બનાવવા પ્રયત્‍નો કરીશ તેવી ઉપસ્‍થિત આગેવાનોને ખાત્રી આપી હીત.

આ પ્રસંગે પી.ડી.એમ.કોલેજના ટ્રસ્‍ટી અને આગેવાન ઘનશ્‍યામભાઇ હેરભાએ રમેશભાઇ સરળ અને લાગણીશીલ ઉમેદવાર હોવાનું જણાવ્‍યું હતું તેમજ દ્વારકા આહીર સમાજ સંકુલના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયા જણાવ્‍યું હતું કે રમેશભાઇ ટીલાળા સાથે વર્ષોથી પારીવારીક નાતો ધરાવુ છું રમેશભાઇ ટીલાળા નખનીશ પ્રમાણીક તેમજ નિષ્‍ઠાવાન ઉમેદવાર છે તેઓ ચોકકસ પણે તેમણે શરૂ કરેલ રાજકારણની ઇનિંગ્‍સમાં ધુંવાધાર બેટીંગ કરી રાજકોટને વધુ રળીયામણું બનાવશે.

ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયમાં રાજકરણમાં સારા લોકો આવવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ નરેન્‍દ્રભાઇ મોદીએ સક્રીય રાજનીતીને નવુ સ્‍વરૂપ આપવાનું શરુ કર્યુ છે ત્‍યારે પરોપકારની ભાવના ધરાવતા લોકો રાજકારણમાં આગળ આવે છ.ે

રમેશભાઇ ટીલાળા પણ અનેક સામાજીક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાઇ સમાજ સેવા વર્ષોથી કરે છે. આમ તો સમાજ સેવા સાથે ઉદ્યૌગનો જીવ એટલે  વેપારીમાં પણ કાઠુ કાઢી આજે ઉદ્યોગપતિ બની ગયા છ.ે

રમેશભાઇનો મુળ મંત્ર એ છે કે સમાજે મને ઘણુ આપ્‍યું છે.તો સમાજને પરત કરવુ તેમણે અનેક લોકોને રોજી-રોટી આપી અનેક પરીવારના દુઃખમાં સહભાગી થયા.

આહીર સમાજની આ મીટીંગમાં જસુભાઇ રાઠોડે જણાવ્‍યું હતું કે રમેશભાઇ ટીલાળાએ શાપર વેરાવળને હરીયાળુ બનાવ્‍યું છે ત્‍યારે રમેશભાઇને જનતા જનાર્દનના  મતરૂપી આશીર્વાદ જરૂરથી મળશે.

આ પ્રસંગે આહીર સમાજના અગ્રણી ઘનશ્‍યામભાઇ હેરભા, લાભુભાઇ ખીમાણીયા, સવજીભાઇ મૈયડ, જશુભાઇ રાઠોડ, અવધેશભાઇ કાનગડ, જયદીપભાઇ જળુ, વરજાંગભાઇ આહીર, મૌલિકભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:39 pm IST)