રાજકોટ
News of Wednesday, 30th November 2022

રીઢો ગુન્‍હેગાર અવેશ ઉર્ફે અવલો તથા બૂટલેગર અલ્‍ફાઝને પાસામાં ધકેલાયા

થોરાળા પી.આઇ. ડો. એલ. કે. જેઠવા તથા ભકિતનગર પી.આઇ. મયુરધ્‍વજસિંહ સરવૈયા તથા ટીમે વોરન્‍ટ બજવણી કરીઃ અમદાવાદ જેલ હવાલે

રાજકોટ તા.૩૦ : શહેરના થોરાળા પોલીસ મથકમાં નોંધાયેલા હથિયાર હત્‍યાની કોશીષ મારામારીના ૬ ગુન્‍હામાં એક શખ્‍સને થોરાળા પોલીસે અને ભકિતનગર પોલીસે વિદેશી દારૂના ૬ ગુન્‍હામાં સામેલ બુટલેગરને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના નવા થોરાળામાં બે દેશી પીસ્‍ટલ અને સાત કાર્ટીઝ સાથે તેમજ હત્‍યાની કોશિષ, મારામારી સહિત ૬ ગુન્‍હામાં થોરાળા પોલીસ મથકમાં પકડાયેલા અવેશ ઉર્ફે અવલો અયુબભાઇ ઓડીયા (ઉ.રપ) (રહે.નવા થોરાળા શેરી નં.૧) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પી. આઇ. જે. આર.દેસાઇ, હેડ કોન્‍સ. રાજુભાઇ દહેકવાલ, હેડ કોન્‍સ ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્‍વામીએ દરખાસ્‍ત કરા પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા થોરાળા પોલસ અવેશ ઉર્ફે અવલો અયુબભાઇ ઓડીયાને પાસા હેઠળ પકડી લઇ અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.

થોરાળા પોલીસ મથકના પી. આઇ. એલ. કે. જેઠવા, પી.એસ.આઇ. જી. એસ. ગઢવી, હેડ કોન્‍સ શૈલેષભાઇ ભીસડીયા, ભુપતભાઇ, વિમલભાઇ, ધીરૂભાઇ, કોન્‍સ જયદીપભાઇ, નરસંગભાઇ, રમેશભાઇ, કિરણભાઇ, નરેશભાઇ, વિક્રમભાઇ લોખીલ, તથા પ્રદ્યુમનસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જયારે ગોંડલ રોડ પુનીતનગર વિસ્‍તારમાં વિદેશી દારૂના ૬ ગુન્‍હામાં ભકિતનગર પોલીસ મથકમાં પકડાયેલા અલ્‍ફાજ ઉર્ફે અલ્‍તાબ હાસમભાઇ કાદરી (ઉ.ર૧) (રહે. પુનીતનગર પાણીના ટાંકા પાસે ગોંડલ રોડ) ને પાસામાં ધકેલવા માટે પી.સી.બી. શાખાના પી.આઇ. જે.આર. દેસાઇ, હેડ કોન્‍સ રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયા અને રાહુલગીરી ગૌસ્‍વામીએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્‍યુ કરતા ભકિતનગર પોલીસે અલ્‍ફાઝ ઉર્ફે અલ્‍તાબ હાસમભાઇ કાદરી (ઉ.ર૧) ને પાસા હેઠળ પકડી લઇ અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. ભકિતનગર પોલીસ મથકના પી. આઇ.મયુરધ્‍વજસિંહ સરવૈયા, એ. એસ. આઇ. નિલેષભાઇ મકવાણા, હરદેવસિંહ રાયજાદા, હેડ કોન્‍સ હિરેનભાઇ પરમાર, કોન્‍સ કલ્‍પેશભાઇ ચાવડા, વાલજીભાઇ જાઢા, હોમગાર્ડ હાર્દિકભાઇ તથા દિપભાઇ દ્વારા વોરંટની બજવણી કરી હતી.

(3:41 pm IST)