રાજકોટ
News of Wednesday, 30th November 2022

કનકનગરમાં દારૂની ૧૨ બોટલ સાથે ગૌતમ ઉર્ફે ગુગી પકડાયો

રાજકોટ, તા.૩૦: સંતકબીર રોડ પર કનકનગરમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૨ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સંતકબીર રોડ કનકનગરમાં એક શખ્‍સ દારૂના જથ્‍થા સાથે ઉભો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ દીપકભાઇ ચૌહાણ તથા કોન્‍સ મહેશભાઇ ચાવડા સહિતે દરોડો પાડી કનકનગર શેરી નં.૧માંથી ગૌતમ ઉર્ફે ગુગી અરવિંદભાઇ દુધરેજીયા (રહે.કનકનગર)ને રૂા.૬૦૦૦ની કિંમતની દારૂની ૧૨ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:43 pm IST)