રાજકોટ
News of Wednesday, 30th November 2022

કોવિડના કેસમાં દવાના વેપારીને લાભ વ્‍યાજ સહિત ચુકવવા કમિશનનો આદેશ

રાજકોટ,તા.૩૦: અત્રે કોવિડ-૧૯ના કેઇસમાં દવાના જાણીતા વેપારી જયકિશનભાઇ હરનજીવનદાસ, રાજકોટને વળતરની રકમ રૂા. ૩,૦૦,૦૦૦/- વ્‍યાજ સહીત ચુકવવાનો ગ્રાહક સુરક્ષા કમીશન, રાજકોટનો ચોલામંડલમ એમ.એસ.જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની સામે મહત્‍વનો હુકમ ચુકાદો અપાયો છે.

રાજકોટના જયકિશન હરજીવનદાસ ઉનડકટની ૨૦૨૧માં કોરોના થઇ જતા તેઓએ તા.૬.૪.૨૦૨૧ થી તા. ૧૯.૪.૨૦૨૧ સુધી, જેનેસીસ મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલ, રાજકોટમાં કોરોનાની સારવાર લીધેલી, અને કુલ રૂા.૩,૮૨,૬૧૯/- નો ખર્ચ થયેલો, જેની ચોલામંડલમ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની પાસે, મેડી કલેઇમ ફોર્મ ભરી માંગણી કરવામાં આવતા, વિમા કંપનીએ સદરહુ કલેઇમએ કારણોસર નામંજુર કરેલ કે,  ફરીયાદીને વિમો  લેતી વખતે, હાઇપરટેન્‍શન જેવી બિમારી હતી, જે ફરીયાદીએ વિમા કંપની સમક્ષ જાહેર કરેલ નથી. આથી વિમા પોલીસીની શરતો મુજબ સદરહુ કરાર ‘‘નલ એન્‍ડ વોઇડ'' એટલે કે રદબાતલ છે.

ફરીયાદીએ ઉપરોકત નામંજુરીના પત્રના અનુસંધાને ગ્રાહક સુરક્ષા કમીશનમા  ફરીયાદ કરી રજુઆત કરેલ કે, ફરીયાદીને કોરોના થયેલ હતો, અને કોરોના અને હાઇપર પેન્‍શનની બિમારીને કોઇ સબંધ છે જ નહી, વિશેષમાં સામાવાળાએ આવી બિમારી છુપાવેલ છે, તે અંગે કોઇપણ જાતના આધાર રજુ કરેલ નથી. નેશનલ કમિશને સુરીન્‍દર કૌર વિ. એલ.આઇ.સી. ઓફ ઇન્‍ડીયા, ના કેઇસમાં અને એચ.ડી.એફ.સી. સ્‍ટાન્‍ડર્ડ લાઇફ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની વિ. વિરપાલ નાગરના કેઇસમાં ઠરાવેલ છે કે, ‘‘હાઇપરટેન્‍શન'' એ કોઇ બિમારી નથી, પરંતુ એ આજના યુગમા લાઇફ સ્‍ટાઇલ છે, અને ફરીયાદીને ઘણી વખતઆ પ્રકારની બિમારી હોય છે, તેનો ખ્‍યાલ પણ ન હોય. આથી વિમા કંપનીનો આ બચાવ ગેરવ્‍યાજબી અને અયોગ્‍ય ઠરાવી ગ્રાહક તકરાર કમિશનના પ્રમુખશ્રી પી.સી.રાવલ, સભ્‍ય શ્રીમતિ કે.પી. સચદેવ અને સભ્‍યશ્રી એમ.એસ.ભટ્ટની બેન્‍ચે ફરીયાદીની ફરીયાદ મંજુર કરી આ મહત્‍વના ચુકાદાને ચોલામંડલમ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીએ, ફરીયાદીને રૂા.૩,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ લાખ પુરા) તે ૭% વ્‍યાજ સાથે અને ફરીયાદ ખર્ચના રૂા.૫,૦૦૦/- અગલથી ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કામમા ફરીયાદી જયકિશનભાઇ ઉનડકટ વતી રાજકોટના ધારાશાષાીશ્રી પી.આર.દેસાઇ અને શ્રી એન. આર. શાહ, એડવોકેટ રોકાયેલ હતા.

(3:44 pm IST)