રાજકોટ
News of Wednesday, 30th November 2022

લાલપરી પાસેથી દેશીદારૂના જથ્‍થા સાથે અજય પકડાયો

એલસીબી ઝોન-૧ ની ટીમનો દરોડોઃ રાજેશ ઉર્ફે રાજયાની શોધ

રાજકોટ તા. ૩૦ : લાલપરી નદીના પુલ નીચે ડીસીપી ઝોન-૧ ની એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ લાલપરી નદીના પુલ પાસે એક શખ્‍સ દેશીદારૂનુ વેચાણ કરતો હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા લાલપરી નદીના પુલ નીચે દરોડો પાડી રૂા.ર૦૦૦ની કિંમતના ૧૦૦ લીટર દેશીદારૂ સાથે અજય કાંજીભાઇ ચારોલા (ઉ.ર૯) (રહે. લાલપરી પુલ પાસે)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર, એ.એસ. આઇ. આર. એચ.કોડીયાતર, હેડ કોન્‍સ વિજેન્‍દ્રસિંહ, ધર્મરાજસિંહ, દીવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ, રવીરાજભાઇ, જીતુભા તથા હિતેશભાઇ દ્વારા કરવામાં આવી છ.ે

(3:45 pm IST)