રાજકોટ
News of Wednesday, 30th November 2022

રંગાય ગયા લોકશાહીના રંગમાં, ચૂંટણી તણા સંગમાં

ચાર બેઠકોના ૧૨.૭૮ લાખ મતદારો ૪૦ ઉમેદવારોનું ભાવિ કરશે કેદ

રાજકોટની ચારેય બેઠક ઉપર ૬,૬૨,૩૨૨ પુરૂષો તથા ૬,૧૫,૮૦૧ મહિલા મતદારો : સૌથી વધુ રાજકોટ ગ્રામ્‍યમાં ૩.૬૭ લાખ મતદારો : રાજકોટ ૬૯(પヘમિ)માં સૌથી વધુ ૧૩ ઉમેદવારો

રાજકોટ,તા. ૩૦ : સમગ્ર દેશમાં રોમાંચ જગાવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું રાજકોટ સહિત ૮૭ બેઠકોનું મતદાનો આવતીકાલે સવારે ૮  વાગ્‍યા સુધી યોજાનાર છે. ત્‍યારે રાજકોટ ૬૮, રાજકોટ ૬૯, રાજકોટ ૭૦, રાજકોટ ૭૧ની બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ સહિતના ૪૦ ઉમેદવારો મેદાનમાં છે. અને કુલ ૧૨,૭૮,૧૭૦ મતદારો ઉમેદવારનું ભાવિ કેદ કરશે. શહેરની ચાર બેઠકો માટે ૪૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્‍યા હોવાની ત્રણેય પક્ષો વચ્‍ચે સીધો જંગ છે. ૧૨ બેઠકમાંથી ૩૫ પુરૂષ તથા ૫ મહિલા ઉમેદવાર છે. ચૂંટણી લડતા રાજકીય પક્ષોની સંખ્‍યા ૭ છે. કુલ મતદારોની સંખ્‍યા ૧૨,૭૮,૧૭૦ છે. તેમાં ૬,૬૨,૩૨૨ પુરુષ અને ૬,૧૫,૮૦૧ મહિલા મતદારો છે. ૨૦ ત્રીજી જાતિના મતદારો છે.

(3:59 pm IST)