રાજકોટ
News of Thursday, 1st December 2022

ગાયીકી અને નૃત્‍યનો અદ્દભુત સંગમ સંજીવની ભેલાંદેમાં જોવા મળે છેઃ ૧૧મી એ રાજકોટમાં

તાલ-તરંગ કલબના એક પછી એક સુપરડુપર કાર્યક્રમો માણવા આજે જ મેમ્‍બર બની જાવ : અન્‍વેષા, સારિકા સીંઘ, સુદેશ ભોંસલે અને હવે સંજીવનીના અવાજનો જાદુ હેમુગઢવી હોલમાં છવાઈ જશે

જયારે આપણે ગીત ‘ચોરી ચોરી જબ નઝરે મીલિ', ‘નિકકમા કિયા ઇસ દિલને...' વગેરે જેવા ગીતો સાંભળીએ ત્‍યારે થાય કે આ કોઇ બોલીવુડ સ્‍ટાઇલ ગીતો ગાનાર ગાયિકાનો અવાજ છે પરંતુ જયારે શાષાીય રાગોમાં ઠુમરી, ખ્‍યાલ એજ ગાયિકાના અવાજમાં સાંભળીએ ત્‍યારે નક્કી કરવું મુશ્‍કેલ બની જાય કે પેલા બોલીવુડના ગીતો અને શાષાીય રાગો પર અધારીત ગીતો રજુ કરનાર આ સંજીવની ભેલાંદે એક જ છે કે અલગ અલગ..? જોકે તમને જાણીને નવાઇ લાગશે પણ સંજીવની સારી ગાયિકા તો છે જ પણ સાથે ખુબ સારી શાષાીય નૃત્‍યાંગના પણ છે.! ગાયકિ અને નૃત્‍યનું આ અદભૂત સાયુજય સંજીવનીમાં સાથે જોવા મળે છે.

સંજીવનીએ પંડિત દિનકર કૈકિની અને પંડિત ફિરોઝ દસ્‍તુર જેવા દિગ્‍ગજ કલાકારો પાસેથી ૨૦ વર્ષ સુધી ભારતીય શાષાીય સંગીતની તાલીમ લીધી છે. તેણીએ પંડિત સુધીન્‍દ્ર ભૌમિક અને ડો. સંધ્‍યા કથાવટે સાથે પોતાની કુશળતાને આગળ ધપાવવાનું ચાલુ રાખ્‍યું છે. સંજીવનીએ સંગીતમાં ડિગ્રી (સંગીત વિશારદ), માસ્‍ટર ડિગ્રી મેળવી છે. કોમર્સમાં અને ડિપ્‍લોમા દરેક માસ કોમ્‍યુનિકેશન અને ફિલ્‍મ પ્રોડક્‍શનમાં. સંજીવનીએ શુભદા વરાડકર સાથે ઓડિસી નૃત્‍ય અને રીતુ પંવાર પાસે કથ્‍થક નૃત્‍યની તાલીમ પણ લીધી છે.

તેણીએ રાગ બાગેશ્રીમાં તેના ફ્‌યુઝન ગીત ‘ના ડારો રંગ' માટે તમામ શૈલીઓમાં શ્રેષ્ઠ સંગીતકાર અને શ્રેષ્ઠ ગાયક (હિન્‍દુસ્‍તાની શાષાીય) માટે CLEF એવોર્ડ જીત્‍યો હતો. તેણીએ તેમના દ્વારા રચિત ઠુમરી અને ગઝલો પણ રેકોર્ડ કરી છે. તેણીના અન્‍ય આલ્‍બમમાં જૈન આલ્‍બમ જીનવાણી કી દોર, ભકતામર સ્‍તોત્ર અને દર્શનમ પાપનાશનમનો સમાવેશ થાય છે. ‘ગણગોર' તેનું રાજસ્‍થાની ગીતોનું આલ્‍બમ છે જે તેણે શ્રીમતી કિરણ ખેરૂકા માટે રેકોર્ડ કર્યું છે. સંજીવનીના આત્‍માપૂર્ણ શાંત અવાજ અને ભારતીય શાષાીય સંગીતમાં તેણીની નિપુણતાને કારણે તે ભારત અને વિદેશમાં સંગીત પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

રાજકોટ ખાતે ભારતીબેન નાયક દ્વારા પ્રસ્‍તુત તાલ તરંગ સંસ્‍થાના નેજા હેઠળ સંજીવની ભેલાંદે આગામી તા.૧૧ ડિસેમ્‍બરે જુના નવા ગીતોની યાદોને ફરી જીવંત કરશે. આ તકનો લાભ લેવા આજેજ તાલ તરંગ સંસ્‍થાના ભારતીબેન નાયકનો ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(11:49 am IST)