રાજકોટ
News of Thursday, 1st December 2022

આગામી ચુંટણીમાં રાજકોટ બાર એસો.ના સીનીયર વકીલોની પેનલ બનશે ? પ્રમુખથી કારોબારીમાં તમામ સીનીયર વકીલો

રાજકોટ, તા.૧: રાજકોટ બાર એસોસીયેશનના વરિષ્‍ઠ સિનિયર ધારાશાસ્‍ત્રીશ્રીઓ દ્વારા એક અગત્‍યની મિટિંગમાં આગામી વર્ષે (RBA) નું સુકાન તમામ હોદા તથા કારોબારી સભ્‍યોની જગ્‍યા સંભાળવાનું જાહેર કરેલ છે. જેમાં તમામ પોસ્‍ટ નીચે મુજબના સિનિયર ધારાશાસ્‍ત્રીશ્રીઓ ઉમેદવારી કરવા જઇ રહ્યા છે જેને તમામ સભ્‍યોએ સહર્ષ વધાવી લીધેલ છે.

રાજકોટ બાર એસો.ના ઇતિહાસમાં આ વખતે કદાચ પ્રથમ વખત સીનીયર વકીલોની પેનલમાં મેદાનમાં ઉતરે તેવું બનશે. જો ચુંટણી જ ન થાય અને આ સીનીયર વકીલોની પેનલને સર્વાનુમતે વધાવી લેવાઇ તો રાજકોટ બાર.એસો.નો અને સભ્‍યોનો ખુબ જ વિકાસ થાય તેવી યોજનાઓ તેમજ સીનીયરોનું માર્ગદર્શન જુનિયર વકીલોને મળી રહે તો વ્‍યવસ્‍થામાં રાજકોટ માટે ખુબ જ સારી વાત છે.

આ વખતે જે સીનીયરોની પેનલ બનવા જઇ રહી છે તેમાં જે નામો બહાર આવેલ છે. તે આ મુજબ છે. પ્રમુખ માટે લલિતસિંહ શાહી ઉપપ્રમુખ એન.જે.પટેલ, સેક્રેટરી દિલીપ એન.જોષી, જો.સેક્રેટરી જે.એફ.રાણા, ટ્રેઝરર જી.આર.ઠાકર અને લાયબ્રેરી સેક્રેટરી માટે જયુભાઇ ડી.શુકલના નામો ચર્ચાય છે.કારોબારી માટે બીપીનભાઇ મહેતા ટી.બી.ગોંડલીયા, નરેશભાઇ સીનરોજા, જયેશભાઇ દોશી, ગીરીશભાઇ મારૂ, જી.એલ.રામાણી, જયંત વી.ગોગાણી, મહર્ષિ પંડયા, તથા જશુભાઇ કરથીયાનો સમાવેશ થાય છે.

આ સીનીયર વકીલોની પેનલ સામે કોઇ હરીફ ઉમેદવારો ફોર્મ ભરે છે કેમ? કારણ કે, આગામી ચુંટણી માટે બકુલ રાજાણી અને જીજ્ઞેશ જોષીએ ચુંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. ત્‍યારે આગામી દિવસોમાં  બાર.એસો.ને કોનું પ્રભુત્‍વ મળે છે તે અંગે વકીલોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

(4:29 pm IST)