રાજકોટ
News of Thursday, 1st December 2022

વિદેશી દારૂના ગુનામાં નાસતો ફરતો જાવીદ ઉર્ફે જાવલો પકડાયો

ડીસીપી ઝોન-૧ની એલસીબીએ દબોચ્યોઃ હત્યા અને મારામારીના ગુનામાં અગાઉ પ્ર.નગર પોલીસમાં પકડાયો'તો

રાજકોટ, તા., ૧: શહેરના બી ડીવીઝન   પોલીસ મથકના કબ્જે થયેલ વિદેશી દારૂના ગુનામાં ફરાર શખ્સને ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે ભગવતીપરામાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી બી ડીવીઝન પોલીસે કબ્જે કરેલ વિદેશી દારૃના ગુનામાં સામેલ શખ્સ ભગવતીપરા વિસ્તારમાં હોવાની ડીસીપી  ઝોન-૧ની એલસીબીના કોન્સ. સત્યજીતસિંહ જાડેજા તથા રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા ભગવતીપરામાંથી જાવીદ ઉર્ફે જાવલો હનીફભાઇ સોઢા (ઉ.વ.ર૭) (રહે. ભગવતીપરા શેરી નં. ૯) ને પકડી લીધો હતો. જાવીદ ઉર્ફેે જાવલો અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં હત્યા અને મારા મારીના ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીએસઆઇ બી.બી.બોરીસાગર, એ. એસ. આઇ આર.એચ.કોડીયાતર, હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. જીતુભા ઝાલા, રવીરાજભાઇ પટગીર, હિતેશભાઇ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા,  સત્યજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી

(5:41 pm IST)