રાજકોટ
News of Friday, 2nd April 2021

જૈનમ શેર કન્સલ્ટન્ટ પ્રા.લિ.ના મેનેજર અને મીતભાષી

જીજ્ઞેશભાઈ કોઠારીનું દુઃખદ અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું: પરિવારજનોમાં શોક

રાત્રે અકિલાના નિવાસસ્થાને અજીતભાઈ- કિરીટભાઈ સાથે આનંદથી વાતો કરીને ઘરે પહોંચ્યા ત્યાં જ એટેક આવી ગયો

રાજકોટઃ અહિંના સદર વિસ્તારમાં આવેલ જૈનમ શેર કન્સલ્ટન્ટ પ્રા.લિ.માં મેનેજર તરીકે ૧૦ થી ૧૨ વર્ષથી સેવા આપતા જીજ્ઞેશભાઈ કોઠારીનું ગઈકાલે અચાનક હૃદયરોગનો ગંભીર હુમલો આવતા દુઃખદ અવસાન થયેલ છે. શાંત સ્વભાવ અને ખૂબ જ ધાર્મિક વ્યકિત એવા જીજ્ઞેશભાઈ જૈન અર્હમ ગ્રુપ અને બોલબાલા ટ્રસ્ટ સહિતની સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. તેમના અચાનક દુઃખદ અવસાનથી પરિવારજનોમાં શોક છવાયો છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા અને અકિલાની વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા તેમજ સમગ્ર પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વ. જીજ્ઞેશભાઇ કોઠારી સાથે અકિલા પરિવારના પારિવારીક સંબંધો હોય તેઓ અવારનવાર અકિલા કાર્યાલય અને નિવાસસ્થાને પધારતા અને હસીખુશીની વાતો કરતા. ગઇકાલે રાત્રે પણ તેઓ અકિલા ખાતે આવ્યા હતા અને ખુબ ખુશમિજાજમાં જણાયા હતા. જરાય પણ લાગતુ નહોતુ કે તેમના નખમાં રોગ છે. તેઓએ અકિલાના નિવાસસ્થાને અજીતભાઇ તથા કિરીટભાઇ સાથે અનેકવિધ ચર્ચા-વિચારણા અને વાતો કરી તેઓ પોતાના નિવાસે ગયા હતા ત્યાં ઓચિંતાનો તેમને હૃદયરોગનો હૂમલો આવતા તેમણે અનંતની વાટ પકડી હતી. કુદરત કયારે શું કરે છે ? તે કોઇ જાણી શકતુ નથી. આવુ જ કંઇક તેમની સાથે થયુ છે. તેમની વસમી વિદાયથી તેમની સાથે સંકળાયેલા સૌ કોઇને આંચકો લાગ્યો છે.

રાજકોટ નિવાસી ભુપેન્દ્રભાઈ વિનોદરાય કોઠારીનાં સુપુત્ર જિજ્ઞેશભાઈ (ઉ.વ.૪૩) તેઓ અમીતભાઈ તથા વિકાસભાઈનાં મોટાભાઈ તથા ભકિતબેનનાં પતિ તેમજ દિવ્ય તથા લક્ષ્યનાં પપ્પા  તેમજ સ્વ.કિશોરભાઈ પ્રાણલાલભાઈ મહેતા વાંકાનેર વાળાના જમાઈ તથા કુમારભાઈના બનેવીનું તા.૧ના અરીહંતશરણ પામેલ છે. કોરોનાની મહામારીને કારણે તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભૂપેન્દ્રભાઈ મો.૯૯૨૪૮ ૭૦૮૬૬, અમિત મો.૮૨૩૮૨ ૧૧૩૨૨, વિકાસ મો.૯૮૨૪૨ ૯૪૯૮૦, કુમારભાઈ મો.૯૮૨૫૨ ૨૨૫૩૨

(10:59 am IST)