રાજકોટ
News of Friday, 2nd April 2021

એસ.ટી.બસ ડેપો ઉપર ખાસ વેકસીન કેમ્પ

રાજકોટ : એસ. ટી. ડીવીઝનલ કચેરી દ્વારા ર દિ' પહેલા વર્કશોપ ખાતે કોરોના વેકસીન માટે કેમ્પ કરાયા બાદ આજે ઢેબર રોડ ઉપર મુખ્ય બસ સ્ટેશન ખાતે કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓના સહયોગથી સ્ટાફ માટે ખાસ વેકસીન કેમ્પ યોજાયો હતો, આ પ્રસંગે મેયરશ્રી પ્રદિપ ડવ, ડેપો મેનેજરશ્રી વરમોરા, અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહયા હતા, બપોરે ૧ાા વાગ્યા સુધીમાં ૭૦ થી વધુ કર્મચારી-અધિકારીઓને વેકસીન અપાઇ હતી. તસ્વીરમાં મેયરશ્રી તથા અન્યો દ્વારા વેકસીન અંગે ખાસ માર્ગદર્શન અપાયું અને વેકસીન અપાઇ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:17 pm IST)