રાજકોટ
News of Monday, 2nd May 2022

સડક સુરક્ષા માટે જાગૃતિ લાવવા શહેરના રાજમાર્ગો પર મોટરસાઇકલ યાત્રાઃ બ્રહ્માકુમારી અને શહેર ટ્રાફિક પોલીસનું સંયુક્‍ત આયોજન

‘મંજીલ પર પહોંચના હૈ શાન સે તો ગાડી ચલાઓ ધ્‍યાન સે, મોબાઇલ હટાઓ કાન સે'

રાજકોટઃ ‘મંજીલ પર પહોંચના હૈ શાન સે તો ગાડી ચલાઓ ધ્‍યાન સે, મોબાઇલ હટાઓ કાન સે'...જેવા બેનરો સાથે આજે રાજકોટના રાજમાર્ગો ઉપર સડક સુરક્ષા સંદર્ભે જાગૃતિ લાવવા માટે બહુમાળી ભવન ચોકથી ૭૫ બાઇક સ્‍વારોની રેલી અકિલા ચોક, કિસાનપરા, એરપોર્ટ રોડ, હનુમાન મઢી, કોટેચા ચોક, મહિલા કોલેજ અંડર બ્રીજ, એસ્‍ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, મક્કમ ચોક, ટાગોર રોડ, લક્ષ્મીનગર અંડર બ્રીજથી રાજનગર ચોક, બેકબોન ચોક, ફાયર બ્રિગેડ આનંદ બંગલા ચોક, મવડી ઓવર બ્રીજ, ગોંડલ રોડ, માલવીયા કોલેજ, એસટી વર્કશોપથી ૮૦ ફુટ રોડ, જ્‍યોતિ દર્શન, પંચશીલ સેન્‍ટર સુધી યોજાઇ હતી. આ રેલીને મંત્રી અરવિંદ રૈયાણી, ડે. મેયર  ડો. દર્શનાબેન શાહ, એસીપી વી.આર. મલ્‍હોત્રાએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:28 pm IST)