રાજકોટ
News of Tuesday, 2nd August 2022

બામણબોરની પ્રાથમિક શાળામાં સાપ નીકળ્‍યો

રાજકોટઃ બામણબોરની તાલુકા પ્રાથમિક શાળામાં આજે સવારે લાંબો સાપ નીકળતાં છાત્રોમાં ભય ફેલાઇ ગયો હતો. બામણબોરથી તસ્‍વીરો મોકલીને બાબુલાલ ડાભીએ જણાવ્‍યું હતું કે સવારે છાત્રો શાળાએ પહોંચ્‍યા ત્‍યારે એક સાપને લોબીમાં સરકતો કેટલાક બાળકો જોઇ જતાં અને વિડીયો ઉતારી લેતાં તેમજ સાપ રૂમમાં જતો રહ્યો હોઇ તેની જાણ આચાર્યને કરતાં તકેદારીના ભાગ રૂપે ધોરણ એકથી સાતના છાત્રોને વર્ગખંડમાં જવા દેવામાં આવ્‍યા નહોતાં અને બધાને બહાર લોબીમાં બેસાડી રખાયા હતાં. ગામના સાપ પકડનારાને બોલાવીને સાપને શોધવા તજવીજ આદરી હતી. પરંતુ મોડે સુધી સાપ મળ્‍યો ન હોઇ આજનું ભણતર બગડયું હતું.

(3:51 pm IST)