રાજકોટ
News of Wednesday, 2nd September 2020

ગુણુભાઈને પણ કોરોના વળગ્યો

રાજકોટ : સરગમ કલબના ચેરમેન ગુણુભાઈ ડેલાવાળા પણ કોરોનામાં સંક્રમિત બન્યા છે : ગઈકાલે તેઓના બે રીપોર્ટ કરાવ્યા તેમાં એક રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બીજો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો : ગુણુભાઈએ જણાવેલ કે મને કોરોનાની થોડી ઘણી અસર દેખાતા જ મેં દવાઓ લેવાનું ચાલુ કરી નાખ્યુ હતું : હાલમાં હું હોમ કવોરન્ટાઈન છુ અને મારી સંપર્કમાં આવેલા તમામને પણ હોમ કવોરન્ટાઈન થવા અપીલ કરૂ છું

(11:45 am IST)