રાજકોટ
News of Wednesday, 2nd September 2020

ભરચોમાસો પાણીની મોકાણઃ કોઠારીયા સોલવન્ટમાં અઠવાડીયાથી પાણી નહી મળતા ગૃહીણીઓ વિફરીઃ માટલા ફોડયા

કોંગી કોર્પોરેટર નિલેષ મારૂ-અગ્રણી મયુરસિંહ જાડેજા સહીતના ટોળાએ ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે અટકાયત કરી

રાજકોટમાં ભર ચોમાસે પાણીની મોકાણ : કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં અઠવાડીયાથી પાણી નહિ મળતા કોંગી અગ્રણી,  કોર્પોરેટરે ગૃહિણીઓને સાથે રાખી માટલા ફોડયાઃ ચકકાજામનો પ્રયાસ કરતા પોલીસે કરી અટકાયત : રાજકોટઃ વોર્ડ નં-૧૮ માં આવેલ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં અઠવાડીયાથી પીવાનું પાણી  નહિ મળતા મહિલાઓ વિફરીઃ રેલ્વે ફાટક પાસે એકત્રીત થઇ માટલા  ફોડયાઃ કોંગી કોર્પોરેટર નિલેશ મારૂ, આગેવાન મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં ચકકાજામનો પ્રયાસ કરાતા પોલીસે અટકાયત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર :  શહેરમાં ચોમાસુ જામ્યુ છે, વરસાદથી ડેમો છલકાયા છે. આમ છતાં વોર્ડ નં. ૧૮ના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી પાણી ન મળ્યું હોઇ આજે આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને માટલા ફોડ્યા હતાં. ત્થા કોંગી કોર્પોરેટર તેમજ આગેવાને રસ્તા પર ચક્કાજામનો પ્રયાસ કરતાં પોલીસે તેઓની અટકાયત કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે કોઠારીયા સોલવન્ટ પાસે વોર્ડ નં.૧૮નાં કોંગ્રેસનાં કોર્પોરેટર નિલેષ મા  તથા આગેવાન મયુરસિંહ જાડેજાએ આગેવાનીમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારની મહિલાઓનું ટોળુ માટલા અને ખાલી બેડા સાથે એકત્રીત થયેલ. અને આ વિસ્તામાં છેલ્લા ઘણા સમયથી અઠવાીડયામાં માંડ એક વખત મ્યુ. કોપોૈરશનનું પાણી અપાતું હોવાની ફરીયાદ સાથે રસ્તા પર માટલા ફોડયા હતા. ડેમો છલકાતા હોવા છતાં અને ચોમાસુ ચાલે છે ત્યારે પણ શાસકો પાણી આપવામાં નિષ્ફળ થઇ રહ્યા છે તે તંત્રની ઘોર બેદરકારી છે તેવા આક્ષેપો સાથે કોંગી કોર્પોરેટર અને આગેવાને રેલ્વે ફાટક પાસે રસ્તા પર ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. જો કે બંદોબસ્તમાં રહેલ પોલીસ તેઓની અટકાયત કરી હતી.

(3:18 pm IST)