રાજકોટ
News of Wednesday, 2nd September 2020

રેલનગરના રસ્તે નીકળો તો જાળવજો નહિતર હાડકા ભાંગશેઃ રસ્તાઓની હાલત દયનિય

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓના રસ્તાઓની હાલત દયનિય બની ગઇ છે. નવી વિકસીત સોસાયટીઓમાં હજુ ડામર રોડ પણ ન હોઇ કાચા રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે. વાહનચાલકોની કમરની ગાદી કે પેચોટી ખસી જાય તેવી હાલત રસ્તઓની થઇ ગઇ છે. રેલનગર વિસ્તારની અલગ-અલગ સોસાયટીઓના રસ્તાઓની આવી જ દયનિય હાલત થઇ ગઇ છે. તસ્વીરોમાં આવા રસ્તા નજરે પડે છે. અહિ પાક્કા રસ્તા ન હોઇ હાલ તંત્ર મોરમ પથરાવી કામચલાઉ રસ્તા રિપેર કરાવે તેવી રહેવાસીઓની માંગણી છે.

(12:55 pm IST)