રાજકોટ
News of Wednesday, 2nd September 2020

જામટાવર ચોકમાં કાર ભડકે બળીઃ કાકા-ભત્રીજાનો બચાવ

રિપેર કરાવી ગેરેજથી હરિહર ચોકના ઘરે આવતા'તા ત્યારે બનાવઃ ટ્રાફિક રોકી રાખવો પડ્યો

રાજકોટઃ જામટાવર ચોકમાં એકસેન્ટ કાર જીજે૦૭એ-૭૬૦૦માં અચાનક આગ ભભૂકી ઉઠતાં તેમાં બેઠેલા હરિહર ચોકમાં રહેતાં અને પાનની દૂકાન ચલાવતાં ફિરોઝભાઇ સતારભાઇ લીંગડીયા (ઉ.વ.૪૦) અને તેના ભત્રીજા સમીર દિલાવરભાઇ લીંગડીયા (ઉ.વ.૨૨) ઝડપભેર નીચે ઉતરી જતાં બચી ગયા હતાં. આગ ભભૂકવાને કારણે લોકો ભેગા થઇ ગયા હતાં. ટ્રાફિક પોલીસને થોડીવાર માટે એક તરફનો ટ્રાફિક અટકાવી રાખવો પડ્યો હતો. કાર માલિક ફિરોઝભાઇના કહેવા મુજબ એન્જીનમાં ખરાબી હોઇ પોતે અને ભત્રીજો કાર રિપેર કરાવીને ઘર તરફ જતાં હતાં ત્યારે અચાનક શોર્ટ સરકિટ થતાં આગ લાગી હતી અને પોતે બંને સમયસર નીચે ઉતરી ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:00 pm IST)