રાજકોટ
News of Wednesday, 2nd September 2020

પ્રોહિબીશનના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતી કોર્ટ

રાજકોટ,તા. ૨: પ્રોહિબીશન કેસમાં અરજદાર કાંતિભાઇ જીલ્કા, રહે. માનવ એપાર્ટમેન્ટ, કોઠારીયા રોડ, રાજકોટવાળાને એડી. સેશન્સ જજ દ્વારા આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામમાં થોરાળા પોલીસ સ્ટેશન -રાજકોટમાં ફરજ બજાવતાં ફરિયાદી ચીરોડીયા દ્વારા તા. ૨૮/૭/૨૦૨૦ના રોજ પ્રોહી.ની કલમઃ ૬૫ (ઇ), ૧૧૬ (બી), ૯૮ (૨) તથા ૮૧ મુજબ આ કામના આરોપીઓએ કોઇ પણ પાસ કે પરમીટ વગર પોતાના કબજામાં રહેલ ઇકો ફોર વ્હીલ ગાડીમાં અંગ્રેજી દારૂની બોટલ નંગ -૭૨ મળી આવતા ફરિયાદ આપેલ હતી અને હાજર બન્ને આરોપીઓની ધરપકડ થયેલ હતી. ત્યારબાદ આ કામના આરોપીની પણ પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ થાય તેમ હોય જેથી તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. અરજદાર -આરોપીના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી તથા નામદાર હાઇકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટો ધ્યાને રાખી આરોપી -અરજદાર મયુરભાઇ કાંતિભાઇ જીલ્કાને શરતોને આધીન નામદાર એડી. સેશન્સ જજ શ્રી એચ.એમ.પવારે આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર - આરોપી મયુરભાઇ કાંતિભાઇ જીલ્કાવતી, રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ પરમાર, ખોડુભા સાકરીયા, ચિરાગ પી. મેતા તથા અજયભાઇ ઝાપડીયા રોકાયેલ હતા.

(3:01 pm IST)