રાજકોટ
News of Wednesday, 2nd September 2020

અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ

રાજકોટ તા.ર : શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતી જળવાઇ રહે તે માટે નિયમોને આધિન રહીને દરેક માઇક સીસ્ટમવાળાઓ અવાજના પ્રદુષણને અટકાવે તે માટે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાને નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનીની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવેલ છે. તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનીની માત્રાના ધોરણો નીચે મુજબ છે. મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ મુકેલ છે.

એરીયા કોડ વિસ્તાર

ડેસીબલ

સવારના કલાક ૬/૦૦ થી રાત્રીના કલાક રર/૦૦ સુધી

રાત્રીના કલાક રર/૦૦ થી

સવારના કલાક ૬/૦૦ સુધી

એ.

ઔદ્યોગીક

૭૫

૭૦

બી.

વાણીજય

૬૫

૫૫

સી.

રહેણાંક

૫૫

૪૫

ડી.

શાંત વિસ્તાર

પ૦

૪૦

સામાન્ય રીતે દિવાળીના ફટાકડા ફુટવાના કારણે અને નવરાત્રીના તહેવારો દરમ્યાન તેમજ લગ્ન પ્રસંગો અને મેળાવડા દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લીક એડ્રેસ સીસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ જોવા મળે છે તેમજ રહેણાંક વિસ્તારમાં થઇ રહેલ ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની અવર-જવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમ્યાન ઉપયોગમાં લેવાતા સાધનોના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  વિસ્તારમાં તા. ૩૧-૧૦-૨૦૨૦ના ૨૪ કલાક સુધી અમલમાં રહેશે ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

(3:05 pm IST)