રાજકોટ
News of Wednesday, 2nd September 2020

શીતળાધાર રપ વારીયામાંથી વિજય બાંભણીયા ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ તા. રઃ શહેરના કોઠારિયા સોલવન્ટ શીતળાધાર રપ વારીયા પાસેથી આજી ડેમ પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ શીતળાધાર રપ વારીયામાં એક શખ્સ ચોરાઉ બાઇક સાથે આવ્યો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઇ વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. ડી. વાળા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને ભીખુભાઇ મૈયડ સહિતે દરોડો પાડી વિજય જીતેન્દ્રભાઇ બાંભણીયા (ઉ.વ. ર૪) (રહે. કોઠારીયા સોલવન્ટ શીતળાધાર રપ વારીયા) ને જીજે-૧૧ બીએફ-૬ર૪૯ નંબરનું ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

(3:39 pm IST)