રાજકોટ
News of Wednesday, 2nd September 2020

NCPના પ્રદેશ ઉપપ્રમુખપદે અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીપદે સી.આર.પટેલની નિયુકતી

રાજકોટ,તા.૨: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી)એ તાજેતરમાં સી. આર.  પટેલની વરણી કરી છે જેમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની અનુમતિથી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રફુલ પટેલની સુચના અને આદેશથી સી આર પટેલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુકિત કરી છે.

સી. આર. પટેલ સૌરાષ્ટ્ર માંથી ચૂસ્ત રાષ્ટ્રવાદી પરિવાર માંથી આવે છે , તેઓ કોંગ્રેસ પાર્ટી માં ખુબજ ઉમદા જવાબદારી નિભાવી ચૂકયા છે અને ઘણા હોદ્દાઓ ઉપર રહી ચૂકયા છે. એનસીપીએ એક અનુભવી અને સ્વચ્છ છબી ધરાવતા સી આર પટેલ ને પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર જોન પ્રભારીની જવાબદારી આપી એ આગામી ચૂંટણીઓમાં સકારાત્મક સાબિત થશે એવું લાગી રહ્યું છે. શ્રી પટેલ (મો.૯૮૯૮૪ ૪૨૧૦૦)ને પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી રેશ્મા પટેલ , પ્રદેશ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમોર સહીતના શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.   

(3:40 pm IST)