રાજકોટ
News of Friday, 2nd October 2020

નશાબંધી સપ્તાહની ઉજવણીનો આરંભઃ રાજકોટમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહારઃ પ્રતિજ્ઞા લેવાઇઃ નશાબંધી જાગૃતિ અંગેના સ્ટીકરનું વિતરણ

રાજકોટ નશાબંધી શાખા દ્વારા સતત ૮મી સુધી વિવિધ કાર્યક્રમોઃ આજે સાંજે રૈયામાં લોકડાયરો

રાજકોટઃ ગુજરાતને નશામુકત બનાવવા તથા નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર પ્રતિ વર્ષ નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અનુસંધાને આજ તા.૦૨-૧૦-થી૦૮-૧૦દરમિયાન સમગ્ર ગુજરાતના જિલ્લાઓના નશાબંધી અધિક્ષકશ્રીઓ અને નશાબંધી મંડળના સંયુકત ઉપક્રમે નશાબંધી  સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ શહેરમાં આજે સવારે જયુબિલી ચોક ખાતે પૂ. ગાંધીજીની પ્રતિમાને ફુલહાર વિધિ,વિદ્યાર્થીઓની નશાબંધી રેલીને વિદાય,નશાબંધી પ્રચાર સાહિત્ય પત્રિકા અને સ્ટીકર વિતરણ તથા નશાબંધી પ્રદર્શન,વ્યસનમુકિત પ્રતિજ્ઞાના કાર્યક્રમ યોજાશે.તા. ૩ ના રોજ સાંજે ૮:૩૦ કલાકે જંગવડ અને મહિકા ગામે,તા. ૪ ના રોજ સાંજે ૮:૩૦ કલાકે પારેવાડા અને હોલમઢ ખાતે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ  કાર્યક્રમ યોજાયા હતાં. આજે સાંજે ૮:૩૦ કલાકે રૈયા ગામમાં લોક સાંસ્કૃતિ કાર્યક્રમ તથા લોકડાયરો યોજાશે. તા. ૫ ના સવારે ૧૧:૩૦ કલાકે રાજકોટમાં જાહેર સ્થળો જેમ કે,એસ.ટી. બસસ્ટેન્ડ,બહુમાળી ભવન,કલેકટર કચેરી કમ્પાઉન્ડ વગેરે વિસ્તારમાં નશાબંધી પ્રચાર-પ્રસાર સાહિત્ય,માસ્ક વિતરણના કાર્યક્રમો આયોજિત થશે.  તેમજ પમીએ જ સાંજે ૮:૦ કલાકે કાળીપાટ અને માટેલ વિરપર ખાતે,તા. ૬ ના રોજ સાંજેે ૮:૩૦ કલાકે નવાગામ અને લજાઈ ગામે,તા. ૭ ના સાંજે ૮:૩૦ કલાકે નાના માંડવા અને જાલસીકા ખાતે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાં તા. ૮ ના રોજ બપોર બાદ ૪:૩૦ કલાકે કલ્યાણ કામદાર કેન્દ્ર,કોઠારીયા કોલોની ખાતે સત્યનારાયણ ભગવાનની કથા,વ્યસનમુકિત પ્રતિજ્ઞા,સાહિત્ય વિતરણનો કાર્યક્રમ યોજી નશાબંધી સપ્તાહની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ યોજાશે. આજનો કાર્યક્રમ જીલ્લા નશાબંધી સમિતીના સચિવ આઇ. બી. સિદ્દી તથા જીલ્લા નશાબંધી સમિતીના અધ્યક્ષ કલેકટરશ્રી રેમ્યા મોહનની રાહબરી હેઠળ યોજાયો હતો. જેમાં ઇન્સ. કે. એલ. ચાંગેલા,  સબ ઇન્સ. વિજયસિંહ ચોૈહાણ, હરદેવસિંહ ગોહિલ, કે. પી. ફલીયા, હરેશભાઇ બારોટ, ડી. જે. ચારોલા, અનવરભાઇ ઠેબા, રમેશભાઇ મજેઠીયા સહિતના જોડાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)
 

(12:58 pm IST)