રાજકોટ
News of Friday, 2nd October 2020

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં. ૧૪ અને ૧૭માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે જે ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૪ અને ૧૭ માં ડીજીટલ સભ્ય નોંધણી અભિયાન શરુ કરવામાં આવેલ છે. આ ઝુંબેશ માં વોર્ડના સંગઠનો દ્વારા બુથ વાઈઝ ડીજીટલ સભ્યો નોંધવા અંગે માર્ગદર્શન અને ટેકનીકલ તાલીમ આપવામાં આવેલ છે તેમાં વોર્ડ નં. ૧૪ અને ૧૭ ના વોર્ડના મુખ્ય આગેવાનો અને સેકટર સંયોજકોને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્ય પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ જીલ્લા પ્રમુખ દિનેશભાઈ ચોવટિયા આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. તે વખતની તસ્વીર.આ તકે મહિલા પ્રમુખ મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા, વોર્ડ અગ્રણી માણસુરભાઈ વાળા, રાજુભાઈ ચાવડીયા, બીજલભાઈ ચાવડીયા, વોર્ડ પ્રમુખ દર્શનભાઈ ગૌસ્વામી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન જયંતિલાલ ટાંક, ગાયત્રીબેન રસિકભાઈ ભટ્ટ, આગેવાનો દીપેનભાઈ ભગદેવ, રવિભાઈ ડાંગર, ગજેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રેશભાઈ રાઠોડ, જીગ્નેશભાઈ વાગડિયા, રોહિતભાઈ બોરીચા, મયુરસિંહ પરમાર, સતુભા જાડેજા, પરસોતમભાઈ સગપરીયા, શૈલેશભાઈ રૂપાપરા, હિરલબેન રાઠોડ, ભાર્ગવભાઈ પઢીયાર, સવજીભાઈ ભંડેરી, વિગેરે વોર્ડ નં.૧૪ અને ૧૭ ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

(2:41 pm IST)