રાજકોટ
News of Friday, 2nd October 2020

દુકાન પાસે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ અને વાહન ચાલકો સહિત ૨૫ ઝડપાયા

રાજકોટ,તા. ૨: શહેરમાં કોરોના મહામારી પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇ કાલે જુદા -જુદા વિસ્તારમાં પાની દુકાન, ચાની હોટલ બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ તથા બાઇક પર માસ્ક પહેર્યા વગર ત્રીપલ સવારી નીકળનારા ચાલકો અને રીક્ષા અને કારમાં વધુ મુસાફરોને લઇને નીકળનારા ચાલકો સહિત ૨૫ લોકોને પકડી  કાર્યવાહી કરવામાં આવી છે.

એ ડીવીઝન પોલીસે ત્રિકોણબાગ પાસેથી રીક્ષા ચાલક હિરેન બળદેવભાઇ બાવાજી, તથા બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી  પાસેથી બાઇક પર મોઢે માસ્ક પહેર્યા વગર ત્રીપલ સવારી નિકળેલા વિજય રાધવભાઇ સોમાણી, હિરેન હર્ષદભાઇ સરવૈયા, રવિરાજસિંહ મનહરસિંહ જાડેજા તથા કુવાડવા રોડ પોલીસે માલીયાસણ ચેક પોસ્ટ પાસેથી કારમાં વધુ મુસાફરો બેસાડીને નીકળેલા અલ્પેશ પ્રેમજીભાઇ રૈયાણી, કુવાડવા રોડ સાત હનુમાન મંદિરની બાજુમાં પવન હોટલ પાસેથી કરણ જોધાભાઇ બાભવા, મેયા નારણભાઇ બાંભવા, વિશાલ જાદવભાઇ શેખ, કુવાડવા ગામ સરકારી સ્કુલની સામેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા વિનોદ મનસુખભાઇ ઉગરેજીયા, દિનેશ ભીખાભાઇ થોરીયા, સોખડા ચોકડી પાસેથી રાજેશ જીવરાજભાઇ પાદરીયા, સંજય કેશુભાઇ રાતોજા, મુકેશ જગાભાઇ ઝંજવાડીયા, તથા માલવીયાનગર પોલીસે દોઢ સો ફૂટ  રોડ ઉમીયા ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા મનીષ સુરેશભાઇ પરમાર, કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામીનારાયણ ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નિકળેલા ઉમેશ ઉર્ફે વીકી કીરીટભાઇ વાજા તથા પ્રનગર પોલીસે સદર બજારમાંથી રીક્ષા ચાલક સોહીલ મહેબુબભાઇ શેખ તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાસે રીક્ષા ચાલક અજય અતુલભાઇ મુંજરીયા, બજરંગવાડી સર્કલ પાસેથી ઇકો કાર ચાલક રાજેશ નાગદાનભાઇ શીયાર, મારૂતીવાનના ચાલકની રંજન દેવ કુમારભાઇ ચાંદરોલીયા, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક યાજ્ઞીક અરજણભાઇ મકવાણા, રામાપીર ચોકડી પાસેથી મધુરમ ડીલકસ પાનની દુકાન ધરાવતા દીનેશ લખમણભાઇ પટાટ, તથા તાલુકા પોલીસે બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા ધર્મેશ મહેન્દ્રભાઇ લાલાણી, જીત શૈલેષભાઇ કાથરોટીયા, તેજસ ગોવિંદભાઇ ડઢાણીયા, જીવરાજપાર્ક મેઇન રોડ પર જય નાગદાન પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ પાસે ગ્રાહકો એકઠા કરનાર મેરામ વીરમભાઇ ગમારાને પકડી કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)