રાજકોટ
News of Friday, 2nd October 2020

સાડાચાર લાખનો ચેક પાછો ફરતાં શિક્ષીકા વિરૂધ્ધ કોર્ટમાં થયેલ ફોજદારી ફરિયાદ

રાજકોટ તા. રઃ ''રૂ. ૪,પ૦,૦૦૦/-નો ચેક રીર્ટન થતા રાજકોટની નામાંકીત સ્કુલની શિક્ષીકા વિરૂધ્ધ કોર્ટમાં ચેક રીર્ટનની ફરિયાદ'' થયેલ છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે રાજકોટ મુકામે ભોમેશ્વરવાડી, શેરી નં. ૧, જામનગર રોડ, પર રહેતા ફરીયાદી મહમદહુસેન સીદીકભાઇ પટ્ટણી તથા આરોપી પ્રિયા એડવીન વા/ઓ હિરેન જોષી રહે. સાધના એપાર્ટમેન્ટ-ડી, ભોમેશ્વરવાડી, જામનગર રોડ, રાજકોટવાળા બંને ઘણા વર્ષોથી એક વિસ્તારમાં રહેતા હોય તેથી ઓળખાણ તથા મિત્રતાના સંબંધો રહેલા છે. આ કામના આરોપીના પતિ પર કરજ દેવું થઇ ગયેલ હોય જેથી આરોપીએ ફરીયાદી પાસેથી સબંધના દાવે પતિનું કરજ ભરપાઇ કરવા રૂ. ૪,પ૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા.

ત્યાબાદ સદર રકમ ફરીયાદીએ આરોપી પાસે પરત માંગતા, આરોપીએ કોર્પોરેશન બેંક, રાજકોટ શાખાના તા. ર૩-૬-ર૦ નો રકમ રૂ. ૪,પ૦,૦૦૦/- પુરાનો ચેક આપેલ, જે ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, રેસકોર્ષ શાખા, રાજકોટમાં વટાવવા રજુ કરતા સદર ચેક 'ફંડ ઇન્સફીસયન્ટ'ના શેરા સાથે પરત ફરેલ. જે અંગેની જાણ આરોપીને કરવામાં આવેલ હોવા છતાં રકમ નહીં ચુકવેલ. આથી ફરીયાદીએ પોતાના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત ચેક રીર્ટનની લીગલ નોટીસ મોકલાવેલ તેમજ ત્યારબાદ નોટીસનો જવાબ આપેલ ન હોય ત્યાર પછી ફરીયાદીએ એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટ રાજકોટ સમક્ષ ઉપરોકત ચેક રીર્ટન થયાની ફરીયાદ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે દાખલ કરેલ હતી.

આ કામના ફરીયાદી મહમદહુસેન સીદીકભાઇ પટ્ટણી તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, સંદીપ વેકરીયા, વંદના રાજયગુરૂ, અમિત ગડારા, કેતન સાવલીયા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા, વિગેરે રોકાયા હતા.

(2:48 pm IST)