રાજકોટ
News of Friday, 2nd October 2020

રાજકોટના ત્રણ સાયકલ સવારો દ્વારા ત્રણ કલાકમાં ૫૪ કિ.મી.નું સાયકલીંગ : મેડલ એનાયત

રાજકોટ : આજે ગાંધી જયંતિ નિમિતે સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રેસકોર્ષ વ્યાયામ શાળા સાયકલીંગ ગ્રુપના સભ્યો સર્વશ્રી કિશોર ચૌહાણ, વિશાલ રાણપરા, ઈમરાન ઠેબા, કિશોર બારડ, દર્શીલ વકીલ, ધર્મેશ રાણપરા, રાજુ સોની અને નીકિત જાની સહિત અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં કિશોર ચૌહાણ (મો.૯૭૨૭૬ ૩૨૨૦૦), વિશાલ રાણપરા (૯૭૨૩૮ ૯૫૫૮૩) અને ઈમરાન ઠબા (મો.૯૩૨૭૭ ૭૪૭૭૭)એ રાજકોટથી પડધરી અને પડધરીથી રાજકોટ માત્ર ત્રણ કલાકમાં ૫૪ કિ.મી.નું અંતર કાપ્યુ હતું. ત્રણેય સાયકલ સવારોને વિજેતા જાહેર કરવામાં આવેલ અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)