રાજકોટ
News of Tuesday, 2nd November 2021

સિધ્ધરાજસિંહ ઝાલાનું સેવાનિવૃત સન્માન

 કરણસિંહજી શાળાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સિધ્ધરાજસિંહ ઝાલાનો સેવાનિવૃત સન્માન સમારોહ રાજકોટની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, ૮૧ સંસ્થા દ્વારા યોજવામાં આવેલ. જેમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા અને મહારાણી કાદમ્બરીદેવીએ સિધ્ધરાજસિંહ ઝાલાના કાર્યોને બિરદાગવી શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલા જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સી. ટી. એરવાડિયાએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમના આરંભમાં કરણસિ.ંહજીના પૂર્વ આચાર્ય અશહોક સેતા એ સિધ્ધરાજસિંહ ઝાલા અંગે માહિતી રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સિધ્ધરાજસિંહ ઝાલાની જીવનની ઝરમર યાત્રા પર શ્રી કરણસિંહજી શાળા પરિવાર વતી આચાર્ય તૃપ્તિબેન ચોવટિયા એ વિશેષ જણાવાટ કરી તેઓને સ્કૂલનાં સાચા રાહબર ગણાવી તેમના ૩૦ વર્ષના શૈક્ષણિક કાર્યોની ડોકયુંમેન્ટરી ફિલ્મ રજુ કરી હતી. શ્રી સિધ્ધરાજસિંહ ઝાલાના આ વિદાય સમારંભમાં રાજકોટના તમામ સંઘના પ્રમુખ મહામંત્રી સગા વહાલા મિત્ર મંડળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના કાર્યને એક સિદ્ધિ સમાન ગણાવી સન્માનીત કર્યા હતા. સન્માનનો પ્રતિભાવ આપતા ઝાલાએ જણાવ્યું હતું કે આ મારૃં સન્માન નથી પરંતુ મેં કરેલા કાર્ય અને સરસ્વતીનું સન્માન છે. તે હું આ સન્માન મારા વિદ્યાર્થીઓને અર્પણ કરૃં છું. આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશભાઇ વાળા અને જીતેન ઉધાસ એ કયુઁર્ં હતું.

(3:28 pm IST)