રાજકોટ
News of Friday, 3rd February 2023

બાથરૂમ કરવા જવાનુ કહી નિકળેલી ૧૭ વર્ષની સગીરા લાપતા : અપહરણનો ગુનો

આજી ડેમ પોલીસે અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩ : આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગર વિસ્‍તારમાં રહેતી યુ.પી.ની ૧૭ વર્ષની સગીરા બાથરૂમ કરવા જવાનું કહી નીકળ્‍યા બાદ લાપતા થતા આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે માંડા ડુંગર વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૨૮/૧ના રોજ વહેલી સવારે બાથરૂમ કરવા જવાનું કહીને નીકળ્‍યા બાદ પરત ન આવતા તેની માતાએ તપાસ કરતા બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને સગીરા જોવા ન મળતા તેણે ઘરની બહાર આજુબાજુ તેમજ સગાસબંધીને ત્‍યાં તપાસ કરતા સગીરાનો કોઇ પત્તો ન લાગતા સગીરાની માતાએ આજી ડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ મથકના હેડ કોન્‍સ. હેમતભાઇએ અજાણ્‍યા શખ્‍સ સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ એ.એમ.મહેતાએ તપાસ આદરી છે.

 

(3:21 pm IST)