રાજકોટ
News of Friday, 3rd February 2023

એડવોકેટે આપેલ ૩૬ લાખ ૫૦ હજારના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વ્‍યાજ સહિત રકમ ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩ : રાજકોટમાં એડવોકેટ તરીકે પ્રેકટીશ કરતા જગુભાઈ માણસુરભાઈ કુવાડીયાએ પોતાના ફઈબાના દિકરાને પોતાની અંગત જરૂરીયાત માટે લીધેલ રકમ રૂા. ૩૬.પ૦ લાખની રકમ પરત ચુકવવા આપેલ ચેક પરત ફરતા રાજકોટની અદાલતમાં થયેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા આરોપી રાજેશ સામત ચાવડાને એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ વાર્ષિક ૯% ના સાદા વ્‍યાજે વળતર તરીકે ચુકવવાનો હુકમ થયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં એડવોકેટ તરીકે પ્રેકટીશ કરતા જગુભાઈ માણસુરભાઈ કુવાડીયાએ પોતાના ફઈબાના દિકરા રાજેશ સામતભાઈ ચાવડા રાજકોટવાળાને પોતાની અંગત જરૂરીયાત માટે લીધેલ રકમ રૂા. ૩૬.પ૦ લાખની પોતાના અંગત ઉપયોગ માટે જરૂરીયાત થતાં ફરીયાદી પાસેથી લીધેલ હતા. જે રકમ ચુકવવા આરોપી દ્રારા ફરીયાદીને પોતાની સહી તથા ફરીયાદીના નામ જોગનો રકમ રૂપીયા ૩૬.પ૦ લાખનો ચેક લખી આપેલ હતો અને જણાવેલ હતુ કે,સદર ચેક નિયત સમયે બેંકમાં વટાવવા માટે રજુ કરતા વટાવાય જઈ અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત મળી જશે તેવુ વચન અને વિશ્‍વાસ આપેલ હતા.

જેથી આરોપી દ્રારા ફરીયાદીને આપેલ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા માટે રજુ કરતા સદરહું ચેક ફન્‍ડસ ઈનસફીસીયન્‍ટ' (અપુરતુ ભંડોળ)ના શેરાવાળા મેમો સાથે પરત ફરેલ હતો. રૂપીયા ૩૬.પ૦ લાખનો ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને નોટીસ પાઠવી કાયદેસરની લેણી નિકળતી રકમની માંગણી કરેલ હતી જે નોટીસ આરોપીને મળી ગયેલ હોવા છતાં આરોપી દ્વારા ફરીયાદીની કાયદેસરની લેણી નિકળતી રકમ ચુકવેલ ન હતી. જેથી ફરીયાદીએ આરોપી વિરૂઘ્‍ધ રાજકોટની અદાલતમાં તેમના એડવોકેટ  રીપન ગોકાણી મારફત નેગોસીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી. ફરીયાદીએ પોતાનો કેસ સાબીત કરવા નામદાર અદાલતમાં જૂબાની આપેલ હતી તેમજ જરૂરી દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરેલ હતા.

અદાલત દ્વારા ફરીયાદીએ રજૂ કરેલ ચેક, રીર્ટન મેમો, નોટીસ તથા સોગંદ ઉપર આપેલ જુબાની સહીતના તમામ દસ્‍તાવેજો પુરવાર માની આરોપીને કસુરવાર ઠરાવતા ચૂકાદામાં એવું અવલોકન કરવામાં આવેલ છે કે આરોપી ચેકનો દુરઉપયોગ કરી ફરીયાદીને આર્થિક બોજો સહન કરવો પડે છે અને માનસિક રીતે પણ સહન કરવુ પડે છે જો આરોપીને ઓછી સજા થતી હોવાનુ માની તેનો દૂર ઉપયોગ કરશે અને કાયદેસરનો હેતુ ફળીભૂત થશે નહી જે તમામ પાસાઓ વિચાર કરતા તેમજ કેસની હકીકત ઘ્‍યાને લેતા નાણાકીય વ્‍યવહારમાં દાખલો બેસે અને ઉપરોકત જણાવ્‍યા મુજબ આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની જેલની કેદની સજા તથા ચેક મુજબની રકમ વાર્ષિક ૯%ના વ્‍યાજે વળતર તરીકે ચુકવવાનો હુકમ કરતા ફફડાટ મચી જવા પામેલ છે.

આ કામમાં ફરીયાદી એડવોકેટ જગુભાઈ માણસુરભાઈ કુવાડીયા વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધરાંગીયા, નદિમ ધંધુકિયા રોકાયેલ હતા.(

(3:38 pm IST)