રાજકોટ
News of Friday, 3rd February 2023

સ્‍માર્ટ સિટીમાં અમૃત ઉત્‍સવ યોજાયો

રાજકોટ : ભારત સરકારશ્રીની મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ ના સૂચન મુજબ દરેક સ્‍માર્ટ સિટીને અમૃત ઉત્‍સવ ઉજવવાનું નક્કી થયેલ. જે અંતર્ગત મેયર ડો. પ્રદિપભાઈ ડવની અધ્‍યક્ષતામાં સ્‍માર્ટ સિટી અંતર્ગત ચાલતા રોબસ્‍ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તથા અટલ સરોવર પ્રોજેક્‍ટની સાઇટ વિઝીટ ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર તથા ceo સ્‍માર્ટ સિટી શ્રી ચેતન નંદાણી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ તેમજ આ કાર્યક્રમમાં કન્‍સલ્‍ટન્‍ટ સિવિલ એન્‍જિનિયર એસોસિયેશન, બિલ્‍ડર એસોસિએશન, આર્કિટેક્‍ટ એસોસિએશન, આઈઆઈઆઈડી એસોસિએશન દ્વારા ચાલતા કામોની વિઝીટ કરેલ તેમજ સ્‍માર્ટ સિટી મિશન હેઠળ કામોની વિસ્‍તૃત માહિતી સીટી એન્‍જિનિયર (સ્‍માર્ટ સિટી) વાય. કે. ગોસ્‍વામી દ્વારા આપવામાં આવેલ તેમજ બિલ્‍ડર તથા એન્‍જિનિયર્સના ટાઉન પ્‍લાનિંગને લગત પ્રશ્નો અંગે ઉપસ્‍થિત ટાઉન પ્‍લાનિંગ ઓફિસર શ્રી એમ.ડી સાગઠીયા દ્વારા વિસ્‍તૃત નિયમોની માહિતી આપેલ. ભારત સરકારશ્રીની મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા સ્‍માર્ટ સીટી મિશન અંતર્ગત તુલીપ પ્રોગ્રામ થકી રાષ્ટ્રના ભાવિ વિદ્યાર્થીઓને પ્રવર્તમાન અધતન ટેકનોલોજીનું પરીચય આપવા એક પ્રયાસ હાથ ધરેલ જે અંતર્ગત રાજકોટ ખાતે ટેકનિકલ ક્ષેત્રના કુલ ૬૪ અને નોન ટેકનિકલ ક્ષેત્રના કુલ ૨૨ એમ કુલ મળીને ૮૬ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઇન્‍ટરનશીપ ટ્રેનિંગ પૂર્ણ કરેલ હોય. જેથી આ તમામ ભાવિ વિદ્યાર્થીઓના આત્‍મ વિશ્વાસ તેમજ મનોબળ વધારવા માનનીય શ્રી ડો. પ્રદીપ ડવ દ્વારા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવેલ. આમાં મુખ્‍યત્‍વે VVP એન્‍જિનિયરિંગ કોલેજ તેમજ R.K એન્‍જિનિયરિંગ કોલેજ વગેરેના બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાઈડ વિઝીટ દરમિયાન બિલ્‍ડર એસોસિએશનના પ્રમુખશ્રી પરેશ ગજેરા, કન્‍સલ્‍ટિંગ એન્‍જિનિયર એસોસિએશનના પ્રમુખશ્રી ધર્મેન્‍દ્ર મીરાણી, આઇઆઇઆઇડી ના પ્રમુખ શૈલી ત્રિવેદી, આર્કિટેક એસોસીએશન તરફથી મૌલિક ત્રિવેદી હાજર રહેલ તેમજ અગ્રણી બિલ્‍ડર શ્રી દિલીપભાઈ લાડાણી, શ્રી દિલીપભાઈ ગોસ્‍વામી, મિહિર મણિયાર વગેરે ઉપસ્‍થિત રહેલ. અગ્રણી કન્‍સલ્‍ટિંગ એન્‍જિનિયર ધર્મેન્‍દ્રભાઈ મીરાણી,નિલેશ ભોજાણી વગેરે ઉપસ્‍થિત રહેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્‍માર્ટ સિટીના ડેપ્‍યુટી જનરલ મેનેજર એચ. એમ. સોંડાગર, અમિત શાહ તેમજ અન્‍ય તમામ સ્‍ટાફ દ્વારા કામગીરી નિભાવેલ.

(3:46 pm IST)