રાજકોટ
News of Friday, 3rd February 2023

પ ફેબ્રુઆરીએ યોજાનાર ઓલ ઇન્‍ડિયા બારની એકઝામમાં ૧,૭૪,૦૦૦ વિદ્યાર્થી પરિક્ષા આપશે

રાજકોટ તા. ૩: બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાના મેમ્‍બર દીલીપ પટેલ દ્વારા સમગ્ર દેશમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયા દ્વારા નવા સનદ મેળવનારા એડવોકેટ માટે એઆઇબીજીની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીએ યોજાનાર છે. આ પરીક્ષામાં દેશના એકલાખ ૭૪ હજાર વિદ્યાર્થી વિવિધ રાજયમાં પરીક્ષા આપવા બેસવાના છે.

આ વિદ્યાર્થીઓ આ ઓલ ઇન્‍ડીયાની એકઝામમાં પરીક્ષામાં પોતાના રાજયની બેર એકટ લઇ જવાની અને તેમાંથી પ્રશ્નાના જવાબો લખવાની મંજુરી આપવામાં આવી હતી અને ઓપન બુક પધ્‍ધતીથી પરીક્ષા લેવામાં આવનાર હતી અને આ બેર એકટ ચારથી પાંચ હજારની કીંમતનો થતો હોવાથી  નવા એડવોકેટ આટલા મોટા પૈસા ખર્ચી શકે તેમ ન હતા.

આ સબંધે બાર કાઉન્‍સીલ ઇન્‍ડીયાના ચેરમેન મનન મીશ્રાને મેમ્‍બર દીલીપ પટેલે આ બેર એકટની ઝેરોક્ષ ચલાવવા અને તેનાથી કોઇ નુકશાન નથી અને પરીક્ષામાં લઇ જવા દેવી જોઇએ આ હકીકત બોર્ડ સમક્ષ રજુ કરતા દેશના તમામ બી.સી.આઇ. મેમ્‍બરે ઝેરોક્ષ લઇ જવાની મંજુરી આપતા પરીક્ષા આપનાર તમામ વકીલોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે અને નવા નાના વર્ગના વકીલો ઝેરોક્ષ લઇ પરીક્ષા આપી શકશે તેવુ દીલીપ પટેલની રજુઆતથી બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયાએ મંજુર આપી હતી.

(4:34 pm IST)