રાજકોટ
News of Friday, 3rd February 2023

રેસકોર્ષના પાર્કિંગમાં પાર્ક એકટીવાની ડેકી ખોલી ર લાખની ચોરી કરનાર પરેશ પકડાયો

પ્રનગર પોલીસના પી.એસ.આઇ. એ.એ.ખોખર, કોન્‍સ યુવરાજસિંહ તથા મહાવીરસિંહની બાતમીઃ રોકડ અને એકસેસ મળી ર.રપ લાખો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૩ : રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં પાર્કિંગમાં પાર્ક કારખાનેદારના એકટીવાની ડેકીમાંથી રૂા.ર લાખની ઉઠાંતરી કરનારા શખ્‍સને પ્રનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે વરૂણ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં અવધ કિચન ઇસ્‍કવપ્‍મેન્‍ટ નામનું કારખાનુ ચલાવતા વિમલેશભાઇ જયેશભાઇ સાવલીયા (ઉ.રપ) (રહે. શકિત સોસાયટી મેઇન રોડ) ગત તા. ર૯ના રોજ તેને પૈસાની જરૂરીયાત હોવાથી ફોન કરતા તેના મામા તેને રૂ. ર લાખ કારખાને આપી ગયા હતા જે પૈસા એકટીવાની ડેકીમાં રાખ્‍યા બાદ તે કારખાનુ બંધ કરી તેના રૂમે ગયા હતા થોડીવાર રોકાયા બાદ જેની સાથે તેની સગાઇ થઇ છ ેતેની સાથે સાંજે રેસકોર્ષ ફરવા માટે ગયા હતા આ સમયે તેણે તેનુ એકટીવા બહુમાળી ભવન ચોક સામે રેસકોર્ષના પાર્કિંગમાં પાર્ક કર્યુ હતું ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે એકટીવાની ડેકી ખોલી તેમા રાખેલ રૂા. ર લાખ રોકડા ચોરી નાસી ગયો હતો આ બનાવ અંગે પ્રનગર પોલીસ મથકમાં તેણે ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.એ. ખોખર સહીતે તપાસ હાથ ધરી હતી દરમ્‍યાન એકટીવાની ડેકીમાંથી રૂા. ર લાખની ઉઠાંતરી કરનાર શખ્‍સ ફુલછાબ ચોક પાસે હોવાની પી. એસ.આઇ.એ.એ.ખોખર, કોન્‍સ યુવરાજસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા પરેશ જશવંતભાઇ જોષી (ઉ.૩૭) (રહે. રૈયા રોડ ચંદનપાર્ક-૩) ને ફુલછાબ ચોક પાસેથી પકડી લઇ રૂા. ર લાખ રોકડા તથા એકસેસ મળી રૂા. ર,રપ,૦૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.  પોલીસે તેની પુછપરછ કરતા તે પ્રાઇવેટ નોકરી કરે છ.ે કામગીરી પી.આઇ.એમ.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. એ. ખોખર, કોન્‍સ યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, મહંમદ અઝરૂદીન બુખારી તથા જયેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

 

(4:11 pm IST)