રાજકોટ
News of Friday, 3rd February 2023

વિદ્યાર્થીઓને ન્‍યાય અપાવવાના બહાને સીનસપાટા કરતા વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરોને પહેલા સંસ્‍કારોનું સિંચન જરૂરી : બ્રિજેશ પટેલનો આક્રોશ

મંજૂરી વગર વિરોધ કરતા આગેવાનો લોકોને ટ્રાફિકથી હેરાનગતિ કરી કઈ રીતે લોકશાહી ઢબે વિરોધની વાતો કહે ? પોલીસ અધિકારીઓના મોરલ તોડવાનું કામ કરતા લોકોને ખુલ્લા પાડવા જોઈએ

રાજકોટ,તા.૩ :  NSUIના વિરોધ પ્રદર્શન બાદ અટકાયત કરેલા આગેવાનોને એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના પી.આઈ. સાથે રકજક બાદ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે આ મામલે નિવેદન આપ્‍યું હતું કે લોકશાહીમાં અન્‍ય પક્ષો કોઈ મુદ્દે વિરોધ કરે તે ખોટું નથી પરંતુ ગઈકાલે જે એક સંગઠનના વિદ્યાર્થી કાર્યકરોએ મંજૂરી ટ્રાફિક ચક્કાજામ કરીને લોકોને હેરાનગત કરવાનું કામ કર્યું છે તે તદ્દન ગેરવ્‍યાજબી છે. જો વિદ્યાર્થીઓનું હિત ઇચ્‍છતા હોઈને વિરોધ કરવો હોઈ તો બંધારણીય જોગવાઈ મુજબ કાર્યક્રમની મંજૂરી લેવી જોયે પરંતુ આવા કોઈ નિયમનું પાલન કર્યા વગર વિરોધો કરી માત્ર સીનસપાટા જ કરનાર કાર્યકરો પોલીસ પર ખોટા આક્ષેપ કરે તેવા લોકોને જનતા સમક્ષ ખુલ્લા કરવા જરૂરી છે. મે આ વિદ્યાર્થી સંગઠનમાં ખુબ નજીકથી પહેલા કામ કરેલ છે એટલે ખ્‍યાલ છે અમુક તત્‍વો પોતાના આર્થિક સ્‍વાર્થ માટે જ વિરોધ કરી લોકોને હેરાનગતિ થાય એવા જ વિરોધો કરે છે.

   પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ પ્રમાણે કામ કરતા હોય છે પરંતુ આવા બની બેઠેલા નેતાઓ ખોટી રીતે આક્ષેપો કરી તેઓનું મોરલ તોડવાનું કામ કરે તે દુઃખદ છે. મારૂ સ્‍પષ્ટપણે માનવું છે કે અટકાયતી પગલાં પ્રમાણે પોલીસતંત્ર કાર્યકરોને બેસાડતા હોય અને ત્‍યાં જો પોલીસ સ્‍ટેશનમાં ન્‍યુસન્‍સ ફેલાઈ એવા કામ કર્યા બાદ જો પોલીસને દબાવવાનો પ્રયાસ કરવો એ આヘયજનક છે. જો આવી રીતે પોલીસને દબાવવા -યાસને પ્રોત્‍સાહન આપીશું તો ગુનેગારોને પોલીસથી ડર જ નહિ રહે અને તેઓ પણ કાલે સવારે આક્ષેપ કરશે ! ખોટા મંજૂરી વગર વિરોધો કરી લોકોને હેરાન કરનાર લોકો વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી અટકાયતી પગલાં પોલીસ ભરવા જોઈએ. તેમ અંતમાં બ્રિજેશ પટેલે જણાવ્‍યુ છે.

(4:17 pm IST)