અંકુરનગરમાંથી પાંચ ચોરાઉ મોબાઇલ સાથે પ્રમોદ પકડાયો
મોડી રાત્રે ખુલ્લા મકાનમાં પ્રવેશી ચોરી કરતો'તો : વીસ દિવસમાં પાંચ મોબાઇલ ઉઠાવ્યા
રાજકોટ,તા. ૩ : અંકુરનગર મેઇન રોડ પર માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને પાંચ ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ અંકુરનગર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ મોબાઇલ સાથે નીકળ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ તથા હરપાલસિંહને બાતમી મળતા અંકુરનગર મેઇન રોડ પરથી પ્રમોદ ઉર્ફે કંકુ પ્રવિણચંદ્રભાઇ જોષી (ઉવ.૪૪) (રહે. રોયલ એપાર્ટમેન્ટ ફલેટ નં. એ-૧ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ, ગરબી ચોક)ને પાંચ અલગ અલગ કંપનીના ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો. પુછપરછમાં તેણે આ પાંચેય મોબાઇલ ફોન છેલ્લા વીસ દિવસમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. તે મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાં ફરી જે મકાન ખુલ્લુ હોય તે મકાનમાં પ્રવેશ કરી મોબાઇલ ઉઠાવ્યાની કબુલાત આપી હતી.
આ કામગીરી પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે.ઝાલા હેડ કોન્સ. મસરીભાઇ, દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, કુલદીપસિંહ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી.