રાજકોટ
News of Thursday, 3rd September 2020

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પેઈજ ઉપરથી લાઈવ

આયુર્વેદ ઉપચારોથી ઈમ્યુનીટી વધારીએઃ રાત્રે વેબીનારમાં ડો.જયેશભાઈ પરમાર ટીપ્સ આપશે

રાજકોટઃ વર્તમાન પરિસ્થિતિમાં શરીરની સ્વસ્થતા જાળવી રાખવા માટે ''ઈમ્યુનીટી'' જ અકસીર સાબિત થઈ છે ત્યારે આયુર્વેદિક ઉપચારોથી ઈમ્યુનીટી કેવી રીતે વધારી શકાય તે માટે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા એક અતિ ઉપયોગી વેબીનારનું આયોજન આજે  ગુરૂવારે રાત્રે ૯ વાગ્યાથી ફેસબુક પરથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પેઈજ પર લાઈવ કરવામાં આવશે.ઉપરાત યુ- ટયુબ થી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરની ચેનલ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ વેબીનારમાં ઈમ્યુનીટી વધારવા માટેની સરળ ટીપ્સ રાજકોટના ખુબજ જાણીતા આયુર્વેદિક ડો.શ્રી જયેશભાઈ પરમાર તેમની વિશિષ્ટ શૈલીમાં આપશે. ડો. જયેશભાઇ પરમાર હાલ ગુજરાત સરકારમાં વિભાગીય નાયબ નિયામક (આયુષ) તરીકે સેવાઓ આપી રહ્યા છે. રાજકોટ ની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે તેમણે ઘણા વર્ષો સુધી વૈદ્ય પંચકર્મ તરીકે સેવાઓ આપી છે અને અસંખ્ય દર્દી ઓ ,એમની સારવાર થી હઠીલાં દર્દો ને હરાવી ને સ્વસ્થ થયા છે.

ઉપરાંત સરકારી આયુર્વેદ હોસ્પિટલના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તાજેતર ની પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોની રોગપ્રતિકારક શકિત વધારવા માટે રાજકોટ શહેરમાં ચાર અલગ-અલગ લોકેશન પર ઉકાળા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લગભગ દરરોજ એકાદ હજાર લોકો ને ઉકાળો પીવડાવવામાં આવી રહ્યા ૨૫ હજાર લોકો એ આ સેવાનો લાભ લીધો છે.

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રોટેરીયન મેહુલ નથવાણી તથા સેક્રેટરી રોટેરીયન નિલેશ ભોજાણી દ્વારા જાહેર જનતાને મોટી સંખ્યામાં આ વેબીનારનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે.

(11:43 am IST)