રાજકોટ
News of Thursday, 3rd September 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી થતાં મોતના આંકડા આપવાનું બંધ : એડી. કલેકટર અન્ય ચાર તબિબોને નવા કન્ટ્રોલરૂમની જવાબદારીઃ ફાયર બ્રિગેડમાં ૧૭ના મોતની નોંધ

રાજકોટઃ વૈશ્વિક મહામારી કોરોનાથી રાજકોટમાં રોજબરોજ મોત થઇ રહ્યા છે. ગઇકાલે ૩૨ દર્દીઓના મોતની નોંધ થઇ હતી. પરંતુ આજથી મોતનો આંકડો આપવાનું કોઇપણ કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે. મોતનો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે તેવી ચર્ચાઓ વચ્ચે હવે આંકડો આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. કોવિડમાં દાખલ દર્દીઓની સુવિધા માટે નવો કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેની જવાબદારી એડી. કલેકટરશ્રી વાઢેરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચાર તબિબો કન્ટ્રોલ રૂમમાં બેસશે. જેઓ ઇન્ટરનલ સ્ટાફની તમામ જરૂરીયાત અંગે કામ સંભાળશે. અત્યાર સુધી મોતના આંકડા અપાતા હતાં તે આજથી અચાનક બંધ થઇ જતાં અનેક સવાલો ઉભા થયા છે.

(11:43 am IST)