રાજકોટ
News of Thursday, 3rd September 2020

સદ્દગુરૂ પૂ. રણછોડદાસજી બાપુએ જયાં પ્રથમ તસ્વીર ખેંચાવી હતી એવા

ન્યારા સદ્દગુરૂ આશ્રમે શીખરનું કાર્ય પૂર્ણ

રાજકોટ તા. ૩ : સદ્દગુરૂ પૂ. શ્રી રણછોડદાસજી બાપુએ જયાં પ્રથમવાર પોતાની તસ્વીર લેવાની અનુમતી આપી હતી એવી તપોભુમિ ન્યારા આશ્રમ ખાતે હાલ જીર્ણોધ્ધારનું કાર્ય શ્રી હરીચરણદાસજી બાપુની દેખરેખ હેઠળ ચાલી રહ્યુ છે.

શ્રી ગૌકાલેશ્વર મહાદેવ, સદ્દગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટ, ન્યારા આશ્રમમાં મહાદેવનું બીજુ નાનું મંદિર, ધ્યાન મંદિર પાછળની શ્રી બાપજીની જગ્યા આ પરિસરમાં આવેલ છે. નાગ-વીંછી કરડવાના બનાઓમાં અહીં શ્રીફળ સાકર ચડાવવાની માનતાઓ થાય છે.

હાલ ન્યારા સદ્દગુરૂ આશ્રમમાં થઇ રહેલ જીર્ણોધ્ધાર અંતર્ગત શીખર સુધીનું કાર્ય સંપૂર્ણ પૂરૂ થયુ છે. અન્ય કામો હજુ ચારેક માસ સુધી ચાલશે. તયારે સહભાગી બનવા ઇચ્છુકોએ મો.૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:44 am IST)