રાજકોટ
News of Thursday, 3rd September 2020

કાલથી રાજકોટ જિલ્લાના ૬૦૦ ગામોમાં ઘેર ઘેર આરોગ્ય ચકાસણી

જિલ્લા પંચાયત અને અન્ય વિભાગોનું સંકલન : તાવ, શરદી, ઉધરસ વગેરે હોય તો વિના સંકોચે જણાવોઃ ડી.ડી.ઓ.ની અપીલ

રાજકોટ તા.૩ : જિલ્લા પંચાયત દ્વારા સરકારના વિવિધ વિભાગોના સહયોગથી આવતીકાલથી જિલ્લાના ૬૦૦ જેટલા ગામોમાં ઘરે ઘરે આરોગ્ય તપાસણી અભિયાન શરૂ થશે. ૪ દિવસમાં અભિયાન પુરૂ કરવાની કલ્પના છે કુલ રાા લાખ જેટલા પરિવારોને આરોગ્યની ટીમ દરેક ગામડામાં ઘરે ઘરે જઇને પરિવારના સભ્યોના શરીરનુ તાપમાન, ઓકસીજનનું પ્રમાણ, શરદી, ઉધરસ, તાવ વગેરેની તપાસ કરશે. કોરાના સંદર્ભે આ અભિયાન શરૂ કરવામાં આવી રહયુ છે. કોઇને ગંભીર લક્ષણો જણાય તો સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સરપંચ સહિતના લોક પ્રતિનિધિઓનો સહકાર લેવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલકુમાર રાણાવાસિયાએ આોરગ્યની ટીમ ઘરે આવે ત્યારે પરિવારના સભ્યોની વિના સંકોચે જાણકારી આપી તપાસમાં સહયોગ આપવા ગ્રામજનોને અપીલ કરી છે.

(12:47 pm IST)