રાજકોટ
News of Thursday, 3rd September 2020

વકીલોના સર્ટી. ઓફ પ્રેકટીશ અને વેલફેર ફંડની વિગતો દર્શાવવા સોફટવેર વિકસાવવા બાર કાઉ.ને એન.આર. જાડેજાની રજૂઆત

રાજકોટ,તા.૩ : વકીલોના સર્ટીફીકેટ  ઓફ પ્રેકટીસ તથા વેલફેર ફંડની વિગતો દર્શાવવા સોફટવેર વિકસાવવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને જીલ્લા બાર. એસોના પ્રમુખ એન.આર. જાડેજાએ જણાવ્યું છે.

હાલમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા દરેક બાર એસોસીએશનમાં સભ્યો હોય તેવા વકીલોની માહિતી મોકલવા અને પ્રેકડીસીંગ એડવોકેટની માહિતી મેળવવા માટે દરેક બાર એસોશીએસનોએ વકીલોની માહિતીઓ મોકલવાવા માટેનો સમય તા. ૩૦/૦૯/૨૦૨૦ સુધી વધારી આપી અને તમામ સ્ટેટ બાર કાઉન્સીલ અને જીલ્લા બાર એસોસીએશનોને જરૂરી સુચનાઓ આપેલ છે ત્યારે આ માહિતીઓ મોકલવા માટે વિગતમાં વર્ષ ૨૦૧૦માં બાર કાઉન્સીલ ઇન્ડીયા દ્વારા વકીલોનીને પ્રેકટીસ યોગ્ય ગણવા માટે પરીક્ષા લેવામાં આવે છે.

ત્યારબાદ તે પરીક્ષા પાસ થયેલા દરેક વકીલોને સર્ટીફીકેટ ઓફ પ્રેકટીસ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આપવામાં આવે છે. હાલમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા દરેક એડવોકેટોની માહિતી જેતે સંલગ્ન બાર એસોસીએશન દ્વારા મગાવામાં આવેલ છે ત્યારે ૨૦૧૦માં અને ત્યારબાદના વર્ષોમાં સનદ મેળવનાર વકીલઓને તેમજ અગાઉ સર્વીસ મળતા એડવોકેટઓએ તેમની સનદ જમા કરાવેલ હોય અથવા સને ૨૦૧૦ પહેલા એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરેલ હોય અને સને ૨૦૧૦કે તે પછી સનદ મેળવેલ હોય તેવા વકીલોને સર્ટીફીકેટ ઓફ પ્રેકટીસ કોઇ અનીવાર્ય સંજોગોને કારણે ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એ.આઇ.બી.ઇ.ની પરીક્ષાના સ્ટેટસ તથા સર્ટીફીકેટ ઓફ પ્રેકટીસ સંબંધેની જરૂરી માહીતી તમામ વકીલોને બાર કાઉન્સલ ઓફ ગુજરાતની વેબસાઇટ પરથી સરળતાથી મળી રહે તે માટે જરૂરી સોફટવેર બનાવવા વિનંતી કરવામાં આવી છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેલફેર સ્કીમમાં ફી બાકી છે તેની સ્પષ્ટ માહીતી મેળી શકે અને આ વેલફેર સ્કીમમાં ગુજરાત ભરના છેવાડાના વકીલો જોડાઇને પોતાના પરીવાર તથા તમામ વકીલ સમુદાયને મદદરૂપ થઇ શકે તેથી સને ૨૦૨૦ સુધીના વેલફેર સ્કીમના સભ્યો, તે સભ્યોએ ભરવાની બાકી રકમ, ગુજરાત બાર કાઉન્સીલના વેલફેર સભ્યો બનવાથી થતા લાભા લાભો સંબંધે નવા તથા જુના વકીલોને પુરતી વિગતો માહિતી  અને માર્ગદર્શન મળી રહે તે સંબંધે જાહેર પ્રસિધ્ધીથી લઇને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેલફેર સ્કીમની વેબસાઇટ પર આ માહીતી તમામ વકીલોને સરળતાથી મળી રહે તે સંબંધે જરૂરી સોફટવેર વીકસાવવા નરેન્દ્રસિંહ આર. જાડેજા દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તેમજ સમરસ પેનલના સભ્યો દિલીપભાઇ પટેલ વિગેરેને વિનંતી કરેલ છે.

(12:47 pm IST)