રાજકોટ
News of Thursday, 3rd September 2020

વાહનના નંબરના છેલ્લા આંકડા મુજબ આજે-કાલે ફિટનેશ કેમ્પ

આર.ટી.ઓ. દ્વારા ફિટનેશ રિન્યુઅલની કામગીરી

રાજકોટ, તા. ૩: રાજકોટ જિલ્લાના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં વાહનના ફિટનેશની કામગીરી કેમ્પમાં જ કરવામાં આવનાર છે. જેમાં ફિટનેશની નિયત ફી ઓનલાઈન ભરી, જરૂરી દસ્તાવેજો સાથે નિયત દિવસોમાં વાહનના નંબર મુજબ ફિટનેશની કામગીરી કરવામાં આવશે.

 જે અન્વયે જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૭ અને ૮ હોય તેમણે આજે અને જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૯ અને ૦ હોય તેમણે તા.૪ને શુક્રવારે જૂની ડુંગળી માર્કેટનું મેદાન, બેડી ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ ખાતે સવારે ૧૧ થી ૨ કલાક દરમિયાન યોજાનાર ફિટનેશ કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.

 હાલમાં કચેરી ખાતે ફિટનેશની કામગીરી બંધ રહેશે. જેથી ઉકત સ્થળો ખાતેથી જ ફિટનેશ તથા ફિટનેશ રિન્યુઅલની કામગીરી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ અરજદારે ફિટનેશ રિન્યુઅલ કામગીરી માટે કચેરી ખાતે ન જતાં ઓનલાઈન ફી ભરીને કેમ્પના સ્થળે જ આવવા તથા કેમ્પના સ્થળે વાહનને લગતા તમામ દસ્તાવેજો સાથે રાખવા વધુમાં જણાવાયું છે. 

(2:39 pm IST)