રાજકોટ
News of Thursday, 3rd September 2020

આજી વસાહતમાં બુધવારની રજામાં દારૂની મહેફીલ માણતા કારખાનેદાર સહિત ૬ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચનો શિવ મેટલ કારખાનામાં દરોડો

રાજકોટ તા. ૩ : શહેરના આજી વસાહતમાં બુધવારની રજામાં એક કારખાનામાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૂની મહેફીલ માણતા ચાર કારખાનેદાર અને કારીગર સહિત છ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના આજી વસાહતમાં શેરી નં. ૧૦માં આવેલ શિવ મેટલ નામના કારખાનામાં કેટલીક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. અમીનભાઇ ભલુરને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, હેડ કોન્સ. ચેતનસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ, અમીનભાઇ તથા જયેશભાઇ સહિતે દરોડો પાડી કારખાનાની ઓફિસમાં દારૂની મહેફીલ માણતા કારખાનેદાર બટુકભાઇ અરજણભાઇ કાકડીયા (ઉ.વ.૫૯) (રહે. રામ પાર્ક શેરી નં. ૨), પ્રશાંત લાલજીભાઇ વસોયા (ઉ.૩૮) (રહે. મધુરમ પાર્ક-૧), ચિરાગ કાનજીભાઇ પોઠીયા (ઉ.૨૪) (રહે. પરસાણા મેઇન રોડ, રામેશ્વર ચોક પાસે), રણજીત લાલજીભાઇ ચૌહાણ (ઉ.૨૭) (રહે. ગંજીવાડા શેરી નં. ૫૬), અશોક ગોરધનભાઇ ઉધરેજીયા (ઉ.૩૦) (રહે. આજી વસાહત) અને અંકિત વિજયભાઇ બોરાળીયા (ઉ.૨૩) (રહે. આનંદનગર કોલોની સાધના સોસાયટી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)