રાજકોટ
News of Thursday, 3rd September 2020

કોરોના વોરીયર્સ પોલીસ જવાનો માટે રૂટસબેરી દ્વારા ઇમ્યુનીટી બુસ્ટરની ૧૧૦૦ બોટલો અર્પણ

રાજકોટ તા. ૩ : છેલ્લા પ માસથી કોરોનાને હંફાવવા તબીબોની સાથે જ રીતસરના મેદાનમાં ઉતરેલ પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય અકબંધ જળવાઇ રહે તે માટે રૂટસબેરી કન્સેપ્ટ પ્રા.લી. દ્વારા ઇમ્યુનીટી બુસ્ટરની ૧૧૦૦ બોટલ પોલીસ કમિશ્નરશ્રીને અર્પણ કરવામાં આવી હતી.

રૂટસબેરીના મેનેજીંગ ડીરેકટર જયેશભાઇ રાદડીયાના પ્રયાસોથી રાજકોટની જ દીકરી અને આયર્લેન્ડ ખાતે માસ્ટર ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં જ સેવા આપી રહેલ આશ્કા રાદડીયા દ્વારા વતન પ્રેમ અદા કરવા 'કોવિડ ઇમ્યુનીટી બુસ્ટર'ની બોટલો મોકલવામાં આવી છે.

જેમાં ગળો, અશ્વગંધા, ભોરીંગણી, ધમાસો, અનંતમુળ, પુષ્કરમુળ, બાદીયાન, સુંઠ, તજ, મોટી દુધેલી તેમજ અમૃત મંથન યોગ અને જીવન અમૃત યોગનો સમાવેશ કરાયો છે.  આ ડોઝ રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ બને છે. રાજકોટમાં જ ઉત્પાદીત આ દવા વિષેની વધુ માહીતી માટે કંપનીના માર્કેટીંગ ડીરેકટર પ્રકાશ પટેલ (મો.૯૧૦૬૧ ૧૨૭૩૪) નો સંપર્ક કરી શકાય છે.

(2:43 pm IST)